સૈફઈઃ સમાજવાદી રાજનીતિના સૌથી મોટા સ્તંભ અને ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેલા ધરતીપુત્ર મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન થઈ ગયા. સૈફઈમાં યાદપ રવિરાની કોઠીથી આશરે 500 મીટર દૂર મેલા ગ્રાઉન્ડ પર તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી. આ પહેલા રાષ્ટ્રીય સન્માનની સાથે તિરંગામાં લાવવામાં આવેલા તેમના પાર્થિવ શરીરને મંત્રોચ્ચાર વચ્ચે વૈદિક રીતિથી સ્નાન કરાવવામાં આવ્યું. ચંદનની ચિતા પર સુતેલા લોહિયાના શિષ્ટ મુલાયમ સિંહના અંતિમ દર્શન માટે લાખો લોકો પહોંચ્યા હતા. તેમને રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તથા બ્રજેશ પાઠક, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી જિતિન પ્રસાદ, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, તેલંગણાના સીએમ કેસીઆર રાવ, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ સહિત જયા બચ્ચન, અનિલ અંબાણી, અભિષેક બચ્ચને સૈફઈમાં પહોંચીને મુલાયમ સિંહને અંતિમ વિદાય આપી હતી. 


આ પહેલા મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કરવા માટે લાખો લોકો હાજર હતા તો અનેક વીવીઆઈપી લોકો પણ સૈફઈ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો સવારે શરૂ થયો અને અંતિમ સંસ્કાર સુધી ચાલતો રહ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાજનાથ સિંહ, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, અભિનેતા અભિષેક બચ્ચને મુલાયમ સિંહના અંતિમ દર્શન કર્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube