નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામાં ભારતીય સેનાના રાઇફલમેન ઓરંગજેબની હત્યાનાં મુદ્દે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઓરંગજેબની હત્યા પહેલાનો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ અને સેનાના જવાન ઓરંગજેબને એક ઝાડની નીચે બેસાડાયેલ છે અને તેને સવાલ પુછવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કોઇ આતંકવાદીનો ચહેરો નથી દેખાઇ રહ્યો પરંતુ જવાન ઓરંગજેબની સાથે થયેલી વાતચીતમાં આતંકવાદીનો અવાજ એકદમ સ્પષ્ટ દેખાઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન આતંકવાદી જવાન ઓરંગજેબ સાથે તેનાં પિતાનું નામ, ઘર અને કોઇ એન્કાઉન્ટર દરમિયાન તેમાં સંડોવાયેલા હોવાનો સવાલ પુછવામાં આવી રહ્યો છે. આતંકવાદી રાઇફલમેન ઓરંગજેબને પુછી રહ્યા છે કે શું તેઓ મેજર શુક્લાની ટીમમાં હતો ? અત્રે ઉલ્લેખનીય છે કે, મેજર શુક્લાની ટીમે જ આતંકવાદી સમીર ટાઇગરનું એન્કાઉન્ટર કર્યું હતું. 

આતંકવાદીઓએ સેનાના જવાન ઓરંગજેબને શું પુછ્યું
આતંકવાદી - શું નામ છે તારૂ
ઓરંગજેબ - ઓરંગજેબ
આતંકવાદી - બાપનું નામ 
ઓરંગજેબ- મોહમ્મદ હનીફ
આતંકી - ક્યાં રહે છે
ઓરંગઝેબ - પુલવામાં
ઓરંગજેબ - સિપાહી છું પોસ્ટ પર ડ્યુટી કરૂ છું
આતંકવાદી - શુક્લાનો ગાર્ડ છે એટલે કે તું
આતંકવાદી - તેની સાથે સિવિલમાં તું જ આવે છે ને
ઓરંગજેબ - હા
આતંકવાદી - મોહમ્મદ, વસીમ અને તલ્હા ભાઇનું એન્કાઉન્ટર તે જ કર્યું હતું
આતંકી - તે જ શરીરને બગડ્યું હતું
ઓરંગજેબ - ના મારા હાથમાં લાગી હતી. 
આતંકી - શું લાગી હતી
ઓરંગજેબ - મારો હાથ ટુટી ગયો હતો
આતંકી - આતંકી તેમની લાશની બેહુરમતી કોણે કરી હતી
 ઓરંગજેબ - ફાયરના કારણે થઇ હતી
આતંકી - ત્રણેયની બેહુરમતી કરી હતી
ઓરંગજેબ - જી હા ફાયર કર્યું હતું. 
આતંકી - શહીદ થયા બાદ 
ઓરંગજેબ - હા