મુંબઈ: હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ભારત રત્ન લતા મંગેશકર ગત 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયા બાદથી સારવાર હેઠળ હતા. લતાજી સતત આઈસીયૂમાં ડોક્ટરોની નિગરાણી હેઠળ હતા. જો કે એવું પણ કહેવાયું હતું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એટલે સુધી કે વેન્ટિલેટર ઉપરથી પણ હટાવી દેવાયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા. પરંતુ હવે અચાનક આવેલા નિધનના દુખદ ખબરથી દેશ હચમચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત રત્ન લતાજીની ઉપલબ્ધિઓ અતુલ્ય રહેશે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે દયાળુ અને દેખભાળ કરનારા લતાદીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેમણે કહ્યું કે લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી. 


પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે લતાદીદીના ગીતોએ અનેક રીતે લાગણીઓને ઉભારી. તેમણે દર્શકો સુધી ભારતીય ફિલ્મ જગતના ફેરફારોને નજીકથી જોયા. ફિલ્મોથી અલગ, તેઓ હંમેશા ભારતના વિકાસ અંગે ભાવુક હતા. તેઓ હંમેશા એક મજબૂત અને વિક્સિત ભારત જોવા માંગતા હતા. હું તેને મારું સન્માન સમજુ છું કે મને હંમેશા લતાદીદી તરફથી અપાર સ્નેહ મળ્યો. તેમની સાથે મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. તેમના પરિવાર સાથે મે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube