નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે કહ્યું કે તમારા આવ્યાં બાદ દેશની છબી બદલાઈ છે અને તેનાથી મને ઘણો આનંદ થયો છે. હકીકતમાં મોદીએ અમેરિકા રવાના થતા અગાઉ લતા મંગેશકર સાથે ફોન પર વાત કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે તે ફોનનું રેકોર્ડિંગ સંભળાવ્યું હતું જે તેમણે લતા મંગેશકરને ફોન કર્યો હતો ત્યારે રેકોર્ડ કર્યું હતું. કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે આજે હું મન કી બાતમાં દેશની મહાન વ્યક્તિ અંગે વાત કરીશ. આપણને બધાને દેશવાસીઓને તેમના પ્રત્યે ખુબ સન્માન અને લગાવ છે. તેઓ ઉંમરમાં પણ આપણાથી  ખુબ મોટા છે. આપણે તેમને લતાદીદી કહીએ છીએ. લતા દીદી 28 સપ્ટેમ્બરે 90 વર્ષના થઈ રહ્યાં છે. આવો આપણે જાણીએ કે પીએમ મોદી અને લતા મંગેશકર સાથે શું વાત થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાત: દીવાળી પર દીકરીઓના સન્માનમાં #BharatKiLaxmi કેમ્પેઈન ચલાવો- પીએમ મોદી


પીએમ મોદી: તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. અગાઉથી શુભેચ્છા આપુ છું. તમારું સ્વાસ્થ્ય સારું રહે. તમારા આશીર્વાદ અમારા પર સદાય રહે. બસ એ જ પ્રાર્થના અને તમને પ્રણામ કરવા માટે મે, અમેરિકા જતા પહેલા જ તમને ફોન કર્યો. 


લતા મંગેશકર: તમારો ફોન આવશે, એ જાણીને મને ખુબ આનંદ થયો હતો. તમે પાછા ક્યારે ફરશો?


પીએમ મોદી: હું 28મીએ મોડી રાતે અને 29મીની સવારે...ત્યાં સુધીમાં તમારો જન્મદિવસ પતી ગયો હશે.


પીએમ મોદી: જ્યારે તમે ગર્વથી કહો છો કે તમારા માતા ગુજરાતી હતાં ત્યારે મને તો આનંદ થાય છે. જ્યારે પણ હું તમારી પાસે આવ્યો ત્યારે તમને મને કઈકને કઈ ગુજરાતી વ્યંજન ખવડાવ્યાં. 


લતા મંગેશકર: તમે શું છો તે તમને પોતાને ખબર નથી. હું જાણું છું કે તમારા આવવાથી ભારતની છબી બદલાઈ રહી છે. મને ખુબ આનંદ થાય છે. ખુબ સારું લાગે છે. 


પીએમ મોદી: બસ દીદી... તમારા આશીર્વાદ રહે. સમગ્ર દેશ પર રહે. અમારા જેવા લોકો કઈંકને કઈ સારું કરતા રહે છે.  મને તમે હંમેશા પ્રેરણા આપી છે. તમારો પત્ર પણ મને મળતો રહે છે અને તમારી કઈંકને કઈ ભેટ સોગાત મને મળતી રહે છે. તેનાથી મને એક પોતાનાપણું અને કૌટુંબિક સંબંધનો વિશેષ આનંદ મળતો રહે છે. 


લતા મંગેશકર: હું તમને બહુ તકલીફ આપવા નથી માંગતી. કારણ કે મને ખબર છે કે તમે કેટલા વ્યસ્ત રહો છો અને શું શું કરવું પડે છે. તમે તમારા માતાને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કર્યાં તે જોઈને મને સારું લાગ્યું. મેં પણ કોઈને તેમની પાસે મોકલ્યા અને તેમના આશીર્વાદ લીધા. 


પીએમ મોદી: મારી માતાને યાદ છે અને તેઓ મને કહેતા હતાં. 


લતા મંગેશકર: ટેલિફોન પર તેમણે મને આશીર્વાદ આપ્યાં અને મને ખુબ આનંદ થયો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...