લખનઉ : ઉત્તરપ્રદેશના શાહજહાંપુર શાકભાજીના માર્કેટમાંથી એક સાથે 60 કિલો લીંબુની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ચોર માત્ર લીંબુ જ નહી પરંતુ તેની સાથે સાથે લીંબુ જોખવાના ત્રાજવા અને સાથે રહેલા વિવિધ વજનના બાટ પણ લઇ ગયા હતા. લીંબુની ચોરી હાલ તો ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. લીંબુની મોંઘવારીના કારણે ચોરીની આવી ઘટનાઓ સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે લાઇનના નામે ખેડૂતો પાસેથી જમીન લઇ લીધી અને પછી વળતરનાં નામે ખેડૂતોને


શાહજહાપુરમાં ચોરીનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચોરોએ સોનુ ચાંદી નહી પરંતુ લીંબુની ચોરી કરી હતી. સાથે સાથે ડુંગળી અને લસણના થેલાઓ પણ ઉઠાવ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે મોડી રાત્રે ચોરોએ તેના ગોદામ પર ધાડ પાડી હતી. લીંબુ ઉપરાંત લસણ અને ડુંગળીની ચોરી કરી હતી. જો કે હાલ તો આ ઘટનાને કારણે વેપારીઓમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહી છે. 


State Energy and Climate Index: નીતિ આયોગના એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ રેન્કિંગમાં ગુજરાતે વગાડ્યો ડંકો, મધ્યપ્રદેશ-ઝારખંડ સૌથી પાછળ


તિલહર વિસ્તારની શાકભાજી વેપાર કરતા મનોજ કશ્યપનું શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવે છે. તેઓ લીંબુ, લીલા મરચા, ડુંગળી અને લસણનો વેપાર કરે છે. વેપારીઓનું કહેવું છે કે મોડી રાત્રે ચોરો આવ્યા હતા અને તેઓ 60  કિલો લીંબુ, 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણની ચોરી થઇ હતી. ચોરી થયેલા લીંબુની આશરે કિંમત 12 હજાર રૂપિયા છે. શાકભાજીની ચોરીથી વેપારીઓમાં ભારે નારાજગી છે. હાલ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ વિસ્તારમાં લીંબુની ચર્ચાનો વિષય બન્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube