બેંગ્લુરુ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ફ્રેન્ચ ગુએનાના અંતરિક્ષ કેન્દ્રથી પોતાના 40માં સંચાર ઉપગ્રહ જીસેટ31ને બુધવારે લોન્ચ કર્યો. અંતરિક્ષ એજન્સીના જણાવ્યા મુજબ ઉપગ્રહનું આયુષ્ય 15 વર્ષ છે. કક્ષાની અંદર હાજર કેટલાક ઉપગ્રહો પર પરિચાલન સંબંધી સેવાઓને જારી રાખવામાં આ ઉપગ્રહ મદદ ઉપલબ્ધ કરાવશે અને જિયોસ્ટેશનરી કક્ષામાં કેયુ-બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા પણ વધારશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?


મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં ઈસરોએ જણાવ્યું હતું કે 2535 કિલોગ્રામનું વજન ધરાવતા આ ઉપગ્રહને ફ્રેન્ચ ગુએનામાં કુરુથી એરિએન-5 (વીએ247)ના માધ્યમથી લોન્ચ કરાશે. એજન્સીના જણાવ્યાં મુજબ ઉપગ્રહ જીસેટ-31ને ઈસરોના પરિષ્કૃત I-2K બસ પર સ્થાપિત કરવામાં આવ્યો છે. તે ઈસરોના પૂર્વના ઈનસેટ/જીસેટ ઉપગ્રહ શ્રેણીના ઉપગ્રહોનું એડવાન્સ સ્વરૂપ છે. આ ઉપગ્રહ ભારતીય ભૂ ભાગ અને દ્વીપને કવરેજ પ્રદાન કરશે. 


ઈસરોએ એમ પણ કહ્યું હતું કે જીસેટ-31નો ઉપયોગ સહાયક વીસેટ નેટવર્ક્સ, ટેલિવિઝન અપલિંક્સ, ડિજિટલ ઉપગ્રહ સમાચાર ભેગા કરવા, ડીટીએચ ટેલિવિઝન સેવાઓ, સેલ્યુલર બેક હોલ સંપર્ક અને આ પ્રકારની અનેક એપ્લિકેશન્સમાં કરાશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ ઉપગ્રહ પોતાના વ્યાપક બેન્ડ ટ્રાન્સપોન્ડરની મદદથી અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિશાળ સમુદ્રી વિસ્તારોની ઉપર સંચાર સુવિધા માટે વિસ્તૃત બીમ કવરેજ પ્રદાન કરશે. 


(ઈનપુટ-ભાષા)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...