નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસ દ્વારા કિન્નરોની મારપીટનો મામલો સામે આવ્યો છે. પોલીસે કિન્નરો પર લાઠીચાર્જ કર્યો. તેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કિન્નરો ભાગી રહ્યાં છે અને છોડી દેવાની ગુહાર લગાવી રહ્યાં છે. આમ છતાં તેમને પીટવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો યુપીના મેરઠ જિલ્લાના લાલકુર્તી પોલીસ સ્ટેશનનો છે. કહેવાય છે કે પોલીસ કિન્નરોને પોલીસ સ્ટેશન લાવી હતી. તેમના પર અભદ્રતાનો આરોપ હતો. પોલીસનું કહેવું હતું કે કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં અભદ્રતા કરી હતી. જેના કારણે તેમને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો. મેરઠના એસએસપીનું કહેવું છે કે કિન્નરો અભદ્રતા કરી રહ્યાં હતાં., તેમને કાબુમાં કરવા માટે આમ કરવામાં આવ્યું. પરંતુ જો તે જરૂરિયાત કરતા વધુ થયું હશે તો મામલાની તપાસ થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...