નવી દિલ્હીઃ લો કમિશનની જો ભલામણને માની લેવામાં આવે તો દેશમાં જલ્દી જુગાર અને રમત બેટિંગ (રમતમાં સટ્ટાબાજી) કાયદા હેઠળ આવી જશે. લો કમિશને ગુરૂવારે ભલામણ કરી છે કે ગેમ્બલિંગ અને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં સટ્ટાબાજીની મંજૂરી આપવામાં આવે. કમિશને આને નિયમન પ્રવૃત્તિ તરીકે મંજૂરી આપવાની ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયોગનું કહેવું છે કે, તેને નિયમિત કરીને પ્રત્યક્ષ અને પરોક્ષ કર હેઠળ લાવવામાં આવે. આયોગનું માનવું છે કે આ પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષિત કરવાનું એક માધ્યમ બની શકે છે. પોતાના રિપોર્ટમાં લો કમિશને જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિઓને રોકવી સંભવ નથી. તેને યોગ્ય રીતે નિયમન કરવું જ એકમાત્ર ઉપાય છે. લો કમીશને 276માં રિપોર્ટમાં આ ભલામણ કરી છે. 


કમીશનનું માનવું છે કે કાયદામાં ફેરફાર કરીને તેને ટેક્સ હેઠળ લાવવામાં આવે, જેનાથી રેવન્યૂ જમા થશે. સંસદે આ માટે મોડલ લો બનાવવો જોઈએ. 


મહત્વનું છે કે દેશમાં અત્યારે રમતોમાં સટ્ટેબાજી અને ગેમ્બલિંગ કાયદેસર નથી. તેમ છતા ગેરકાયદે રીતે લાખો-કરોડોનો આ ધંધો ચાલે છે. તમામ પગલા છતા આ ગેરકાયદે કારોબાર મોબાઇલ અને ઇન્ટરનેટના માધ્યમથી ઝડપથી મજબૂત થતો જાય છે. વિશ્વના ઘણા દેશમાં સટ્ટેબાજી અને જુગાર કાયદેસર છે. ભારતમાં પણ ગેરકાયદે રૂપથી રમતમાં સટ્ટાબાજી ખૂબ થાય છે. ગત વર્ષે સુપ્રીમ કર્ટે લો કમિશનને કહ્યું હતું કે, તેને કાયદેસર  બનાવવાની સંભાવના પર વિચાર કરો.