સગીરાએ કહ્યું મેં મારી મરજીથી સેક્સ કર્યું, પછી સેક્સ અંગે હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો ચૂકાદો
મેઘાલય હાઇકોર્ટે પોક્સોની ફરિયાદ રદ કરી. અરજદારે દાવો કર્યો છેકે, એકબીજાની સહમતીથી શારીરિક સંબંધો બાંધવામાં આવ્યાં હતાં. બન્ને એકબીજાને પ્રેમ પણ કરતા હતાં. સેક્સ અંગે કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો! 16 વર્ષીય સગીરાના શારીરિક શોષણના કેસમાં કોર્ટે શું કહ્યું જાણો.
નવી દિલ્લીઃ ઘણીવાર પ્રેમીઓ કિશોરાવસ્થા કે સગીર અવસ્થામાં એકબીજાની નજીક આવતા હોય છે. ક્યારેક કાચી ઉંમરમાં જ ના કરવાનું કરી બેસતા હોય છે. જેને સમાજ સ્વીકારતો નથી. આવો જ એક મામલો મેઘાલયમાં સામે આવ્યો હતો. બે પ્રેમી પંખિડાનો મામલો છેક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, કોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
મેઘાલય હાઇકોર્ટે પોક્સોના એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું છે કે ૧૬ વર્ષીય વ્યક્તિ યૌન સંબંધોને લઈને નિર્ણય લેવા માટે સક્ષમ છે. સાથે કોર્ટે યૌન ઉત્પીડનન લઈને દાખલ કરાયેલી એફઆઈઆરને પણ રદ્દ કરી દીધી છે. અરજદારે દાવો કર્યો છેકે, એકબીજાની સહમતીથી શારીરિક સંબંધો બાંધવામાં આવ્યાં હતાં. બન્ને એકબીજાને પ્રેમ પણ કરતા હતાં. ઉલ્લેખનીય છેકે, આરોપી અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતાં. બન્નેએ પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હોવાની પણ યુવતીએ કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માગણી કરનારો અરજદાર લોકોના ઘરોમાં કામ કરતો હતો, જે દરમિયાન કથિત રીતે પીડિતાના સંપર્કમાં આવી ગયો હતો. આરોપી અને પીડિતા બન્ને પ્રેમ સંબંધમાં હતા ત્યારે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. કાઇકોર્ટના ન્યાયાધીશ ડબલ્યુ ડીએન્ગડોહે પોતાના અવલોકનમાં કહ્યું તું કે જો આપણે વ્યક્તિની શારીરિક અને માનસિક વિકાસની વય પર ધ્યાન આપીએ તો ૧૬ વર્ષની વ્યક્તિ સેક્સ અંગે નિર્ણય લેવા માટે સક્ષમ છે તેવું માની શકાય.
પીડિતા અને આરોપી બન્નેના સંબંધોની જાણ થતા પીડિતાની માતાએ આરોપી યુવકની સામે પોક્સો હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં ઇપીસીની કલમ ૩૭૬ પણ ઉમેરવામાં આવી હતી. જોકે જ્યારે કોર્ટ સમક્ષ પીડિતાનું વેદન લેવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર કર્યો કે આરોપી તેનો બોયફ્રેન્ડ છે. બન્નેએ એકબીજાની મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. તેની સાથે કોઈપણ પ્રકારની બળજબરી થઈ નથી. કોર્ટે આ નિવેદનની નોંધ લીધી હતી. અને કહ્યું હતુંકે, સામાન્ય રીતે 16 વર્ષની વ્યક્તિ સેક્સ સંબંધ બાંધવા માટે સક્ષમ હોય છે. તેથી આરોપી સામે પોક્સો હેઠળ કરાયેલી ફરિયાદ રદ કરવામાં આવી.