બાબા સિદ્દીકીના મોત બાદ હવે સલમાન ખાન પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીવાળો મેસેજ મળ્યો છે. આ મેસેજ લોરેન્સ બિશ્નોઈ ગેંગની નીકટની વ્યક્તિએ મોકલ્યો છે. જેમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી અપાઈ છે. આ મેસેજમાં લખ્યું છે કે આ સંદેશાને હળવાશમાં ન લેતા નહીં તો સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે. આ સાથે જ બિશ્નોઈ ગેંગ સાથે દુશ્મની ખતમ કરવા માટે ભાઈજાન પાસે 5 કરોડની ખંડણી માંગવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાધાન કરવાનો દાવો
સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસને આ ધમકીવાળો મેસેજ વ્હોટ્સએપ નંબર પર મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સલમાન ખાનની દુશ્મની ખતમ કરવા માટે 5 કરોડની માંગણી કરાઈ છે. આ સાથે એમ પણ કહ્યું છે કે જો તેઓ તેને હળવાશમાં લેશે તો સલમાન ખાનના હાલ તેના નીકટના મિત્ર બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે. આ ધમકીવાળા મેસેજે ખળભળાટ મચાવી દીધો છે. 


પોલીસ તપાસમાં લાગી
આ મેસેજ બાદ મુંબઈ પોલીસ હવે હરકતમાં આવી ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ સલમાન ખાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ અને આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ એ જ ગેંગ છે જે લાંબા સમયથી સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતી રહી છે. જો કે બાબા સિદ્દીકીના મોત પહેલેથી જ ભાઈજાનને Y + સિક્યુરિટી મળેલી છે. પરંતુ તેમાં હવે સુરક્ષાનું વધુ એક લેયર જોડી દેવાયું છે. 


બાબાના મોતના સમાચાર જેવા સલમાન ખાનને મળ્યા હતા કે તે તરત હોસ્પિટલ પહોંચ્યો હતો અને તે સમયે સામે આવેલી તસવીરોમાં સલમાન ખાન ખુબ પરેશાન જોવા મળી રહ્યો હતો તેની આંખો પણ ભીંજાયેલી હતી. જેણે ફેન્સને પરેશાન કર્યા હતા.