નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, 31 ઓક્ટોબર)ના અવસર પર આજે ભારતમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થયો છે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જેથી બંન્ને વિસ્તારના ઘણા કાયદા સમાપ્ત થઈ જશે અને નવા કાયદા લાગૂ થશે. મહત્વનું છે કે 5 ઓગસ્ટે જમ્મૂ કાશ્મીર રાજ્યને બે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીર બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત ઈ ચુકી છે. સંસદના બંન્ને ગૃહમાં જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ને મંજૂરી મળી ચુકી છે અને રાષ્ટ્રપતિએ પણ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ પ્રશાસનિક રૂપથી કેન્દ્ર સરકારને આધીન આવી ગયું  અને રાજ્યમાં ઘણા નવા કાયદા લાગૂ થશે. જમ્મૂ કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. અમે તમને જણાવીએ છીએ કે જમ્મૂ કાશ્મીરમાં શું મોટા 10 ફેરફાર થશે. 


1. જમ્મૂ-કાશ્મીર આજથી (31 ઓક્ટોબર) કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. 
2. જમ્મૂ કાશ્મીરમાં RPCની જગ્યાએ IPC લાગૂ થશે.
3. જમ્મૂ-કાશ્મીરમા 106 નવા કાયદા લાગૂ થઈ જશે.
4. જમ્મૂ-કાશ્મીરમાં 153 વિશેષ કાયદા સમાપ્ત
5. ઉર્દૂની જગ્યાએ હિન્દી. અંગ્રેજી સત્તાવાર ભાષાઓ હશે.
6. જમ્મૂ-કાશ્મીરમાં દિલ્હીની જેમ વિધાનસભાની રચના થશે.
7. જમ્મૂ-કાશ્મીરમાં આજથી ઉપ રાજ્યપાલ કાર્યભાર સંભાળશે.
8. વિધાનસભામાં પાસ થયેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે.
9. વિધાનસભાનો કાર્યકાળ 6ની જગ્યાએ પાંચ વર્ષનો રહેશે.
10. કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. 


જમ્મૂ-કાશ્મીર યૂટીમાં વર્તમાન જમ્મૂ અને કાશ્મીર ક્ષેત્ર સામેલ થશે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્રની પાસે રહેશે, જેમાં હવે રાજ્યમાં આર્ટિકલ 360 હેઠળ નાણાકીય કટોકટીની જાહેરાત કરવાની શક્તિ પણ સામેલ છે. વર્તમાન જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ UTsના ઉપરાજ્યપાલ હશે. 


પુડ્ડુચેરી સંઘ રાજ્ય ક્ષેત્ર પર લાગૂ આર્ટિકલ  239Aની જોગવાઈ નવા જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પણ લાગૂ થશે. નવી વિધાનસભામાં વર્તમાન છ વર્ષોના સ્થાન પર 5 વર્ષનો કાર્યકાળ હશે. 


જીસી મુર્મૂ લેશે કાશ્મીરના પ્રથમ એલજીના રૂપમાં શપથ
આજથી ભારતમાં એક રાજ્ય ઓછું અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વધી જશે. જીસી મુર્મૂ (G.C.Murmu) આજે જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદે શપથ ગ્રહણ કરશે. તો એક અન્ય પૂર્વ સિવિલ સેવક, રાધા કૃષ્ણ માથુર (RK Mathur) લદ્દાખના ઉપરાજ્યપાલના રૂપમાં શપથ લેશે. તેવું જાણવા મળી રહ્યું છે કે આ શપથ સમારોહ બપોરે 1.45 કલાકની આસપાસ યોજાશે. 


વિધાનસભાની શક્તિ
નવી વિધાનસભામાં 107 ધારાસભ્યો હશે. 107 ધારાસભ્યોમાથી 24 સીટ પીઓકે ક્ષેત્ર માટે ખાલી રહેશે. હાલની વિધાનસભામાં 111 સભ્ય હતા, જેમાથી 87 ચૂંટાયેલા સભ્યો હતા, 2 નિમણૂક કરેલા હતા, જ્યારે પીઓકે માટે 24 સીટો ખાલી રાખવામાં આવી હતી. નવા કાયદા પ્રમાણે એલજી જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં બે મહિલા પ્રતિનિધિઓની નિમણૂક કરી શકે છે, જો તેવું લાગે છે મહિલા પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી. 


લોકસભા-રાજ્યસભાની સીટો
રાજ્યસભા વર્તમાન જમ્મૂ-કાશ્મીરથી 4 સભ્યોની યજમાની કરવાનું ચાલું રાખી શકે છે. તો પાંચ લોકસભા સીટો જમ્મૂ-કાશ્મીર  કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્ર માટે વહેંચવામાં આવી છે. 


એલજીના હાથમાં સત્તા
વિધાનસભા દ્વારા પસાર થયેલા બધા બિલ તેમની સહમતિ માટે એલજીને મોકલવામાં આવશે. એલજી પોતાની મંજૂરી આપી શકે છે, તેને રોકી શકે છે કે રાષ્ટ્રપતિને વિચાર માટે બિલ મોકલી શકે છે. જો કોઈ વિસંગતતા હોય તો સંસદ દ્વારા કાયદો નવી વિધાનસભામાં પસાર કોઈપણ કાયદા પર લાગૂ થશે. 


બંધારણની પ્રથમ અનુસૂચીમાં 15 સ્થાન પર જમ્મૂ-કાશ્મીર રાજ્યને રાજ્યની યાદીમાથી હટાવી દેવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીર  UTની એક નવી એન્ટ્રીને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં બંધારણની પ્રથમ અનુસૂચીમાં 8મા સ્થાન પર જોડવામાં આવ્યું છે. 


લદ્દાખમાં નહીં હોય વિધાનસભા
યૂટી લદ્દાખમાં વિધાનસભા હશે નહીં અને એલજીના માધ્યમથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સીધુ શાસન કરવામાં આવશે. કાશ્મીરમાં એક વિધાનસભા હશે અને દિલ્હી મોડલ પર કામ કરશે. 


તમામ આયોગનો ભંગ
તમામ આયોગનો ભંગ કરી દેવામાં આવશે. રાજ્ય માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ, સૂચના આયોદ, જવાબદાર આયોગ, પરંતુ લોક સેવા આયોગ થોડા સમય માટે રહેશે.