નવી દિલ્હી: કોરોના વાયરસથી (Coronavirus) સતત વણસી રહેલી સ્થિતિ વસ્ચે દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં વકીલોએ દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) જજ, વકીલ અને કોર્ટના સ્ટાફ માટે હોસ્પિટલમાં બેડ રિઝર્વ કરવાની માંગ (Lawyers Request Delhi CM To Reserve Covid-19 Beds) કરી છે. તેમનું કહેવું છે કે, હોસ્પિટલમાં બેડ શોધવામાં મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાર એસોસિએશનનો દિલ્હીના સીએમને લેટર
દ્વારકા કોર્ટ બાર એસોસિએશને (Dwarka Court Bar Association) સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખી કહ્યું કે, જજ, કોર્ટ સ્ટાફ અને તેમના પરિવારના લોકોને હોસ્પિટલમાં એડમિટ થવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. એવામાં સરકાર તેમના માટે બેડ રિઝર્વ રાખે. ઘણા વકીલ, જજ, કોર્ટ સ્ટાફ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. દ્વારકા સબ-સિટીની આસપાસ કોઈ સરકારી હોસ્પિટલ પણ નથી અને અહીંની જનસંખ્યા 12 લાખથી વધારે છે.


આ પણ વાંચો:- UP માં કોરોનાના સતત વધતા કેસ બાદ યોગી સરકારે લોકડાઉન પર લીધો મોટો નિર્ણય


બાર અધ્યક્ષે આપ્યા આ સૂચન
બાર એસોસિએશનના અધ્યક્ષ વાય.પી.સિંહે સૂચન આપ્યું કે તાજેતરમાં બનેલી ઇન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં 17 હજાર પથારી છે. તે જાહેર જનતા માટે ખોલવા જોઈએ અને કોર્ટના કર્મચારીઓ માટે તેમાં બેડ અનામત હોવા જોઈએ.


આ પણ વાંચો:- 18 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ આ લોકોએ કોરોનાની રસી ન લેવી જોઈએ, ખાસ જાણો કારણ


હોસ્પિટલમાં વકીલો માટે આટલા બેડ રાખો રિઝર્વ
વાય.પી.સિંહે વધુમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 500 બેડ વકીલો માટે રિઝર્વ હોવા જોઈએ. આ ઉપરાંત ન્યાયાધીશો અને તેમના પરિવાર માટે 50 બેડ અને કોર્ટના કર્મચારીઓ માટે 100 બેડ રિઝર્વ હોવા જોઈએ. જણાવી દઈએ કે દિલ્હીના સીએમ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનને પણ આ પત્ર મોકલવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- કોરોનાના ભયંકર પ્રકોપના પગલે ચારધામ યાત્રા રદ


પત્રમાં વધુમાં લખ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રીએ બાર એસોસિએશનની બેડ રિઝર્વ કરવાની માંગ પર વિચાર કરવો જોઇએ કારણ કે કોરોનાની બીજી વેવમાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. એકલા દિલ્હીમાં રોજ કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube