નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, હવે હારેલા અને જીતેલા ઉમેદવારો પોતાની શરતો અને માનતા પૂરી કરવામાં લાગ્યા છે. ત્યારે વાત ભાજપ અને કોંગ્રેસના એવા બે સમર્થકોની કરવી છે, જેઓ ચૂંટણી પહેલા કરેલા દાવા પ્રમાણે શરતોનું પાલન કરી રહ્યા છે. ભાજપના એક સમર્થકે અડધી મૂંછ મુંડાવી નાંખી, તો કોંગ્રેસના નેતાએ પોતાનું મોઢું કાળું કરાવી લીધું. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી સમયે ઉમેદવારોની હાર-જીત પર તેમના સમર્થકોમાં શરત લાગવી એ સામાન્ય બાબત છે, પણ શું તમે કોઈ સમર્થકના એવા દાવા વિશે સાંભળ્યું છે કે જેમાં વ્યક્તિ પોતાનું જ મોઢું કાળુ કરવા અને અડધી મૂંછ મુંડાવી દેવા માટે તૈયાર થઈ જતો હોય...ન સાંભળ્યું હોય તો આ દ્રશ્યો તેનો પુરાવો છે... 


પેહલી વિન્ડોમાં સફેદ કપડામાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો, તે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલસિંહ બરૈયા છે. તેમણે ચૂંટણી પહેલાં દાવો કર્યો હતો કે જો રાજ્યમાં ભાજપને 50 બેઠકો મળી જશે, તો તેઓ પોતાનો ચહેરો જાતે જ કાળો કરી લેશે. બીજી તસવીરમાં અડધી મૂંછ સાથેની જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, તે છત્તીસગઢમાં ભાજપના સમર્થક છે, તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો તેમના માનીતા ભાજપના ઉમેદવાર હારી જશે તો તેઓ પોતાની અડધી મૂંછ અને અડધું માથું મુંડાવી લેશે. પરિણામ વિપરીત આવતાં તેમણે આમ કરાવી પણ લીધું...


આ પણ વાંચોઃ સાસરિયાંને ડોક્ટર દીકરીમાં નહીં, દહેજમાં હતો રસ! કહ્યું BMW કાર, 50 વીધા જમીન અને...


છત્તીસગઢ ભાજપના કાર્યકર ડેરહા રામ યાદવનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે તેમણે ગંગાજળના સોગંધ નહતા લીધા, તેમ છતા પોતાનો વાયદો નિભાવ્યો છે. અડધું માથું અને અડધી મૂંછ મુંડાવ્યા બાદ તેમણે થોડા જ સમયમાં આખી મૂંછ અને આખું માથું મુંડાવી લીધુ. રાજકારણનો આ પણ એક ચહેરો છે..


મધ્ય પ્રદેશની ભાંડેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતેલા ફુલસિંહ બરૈયાએ પણ પોતાનું વચન પાળ્યું, જો કે આંશિક રીતે. ચૂંટણી પહેલા તેમણે દાવો કર્યો હતો કે મધ્ય પ્રદેશમાં ભાજપને 50 બેઠકો પણ નહીં મળે, જો કે એવું ન થયું, ભાજપને તેમના દાવાથી ત્રણ ગણાથી વધુ બેઠકો મળતાં, તેમણે વચન પ્રમાણે પોતાનું મોઢું કાઢું કરાવ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે ઔપચારિકતા ખાતર તેમના ગાલ પર કાળાશ લગાડી. તેમનો આક્ષેપ છે કે ભાજપ ઈવીએમની મદદથી જીતી છે. 


આ પણ વાંચો- OMG! ITના દરોડામાં એટલા પૈસા મળ્યા...ગણતા ગણતા મશીનો હાંફી ગઈ


ઈવીએમના મુદ્દે રજૂઆત કરવા ફુલસિંહ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના લશ્કર સાથે ભોપાલમાં રાજભવન તરફ રવાના થયા હતા. જો કે પોલીસે કાર્યકરોને રસ્તામાં જ રોકી દીધા. જો કે નેતાજીએ પોતાની શરત પૂરી કરી લીધી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube