કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદપરથી રાજીનામું આપી દીધું હતુ ત્યારથી પાર્ટી સામે નેતૃત્વ સંકટની સમસ્યા પેદા થઇ છે
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે હાલ હુંસાતુંસી ચાલી રહી છે, તે આગામી દિવસોમાં ખતમ થઇ શકે છે. કોંગ્રેસ કાર્યસમિતી (CWC) આવતા અઠવાડીયે કાર્યવાહક અધ્યક્ષની પસંદગી કરી શકે છે. પાર્ટીના એક વરિષ્ઠ સુત્રએ શુક્રવારે આઇએએએસને જણાવ્યું કે, સીડબલ્યુસીની બેઠક માટે આગામી દિવસોમાં એક તારીખ નક્કી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદપરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ હાલનાં દિવસોમાં પોતાનાં સૌથી ગંભીર નેતૃત્વ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે.
વિશ્વાસમતની માંગ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું, અમારી પાસે બહુમતી, ભાજપ ગભરાયું
નેતૃત્વ સંકટ વચ્ચે કોંગ્રેસનાં જુના તથા વરિષ્ઠ સભ્યોએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અસ્થાયી રીતે પદ સંભાળવા માટેની અપીલ કરી, જો કે તેમણે કથિત રીતે ખરાબ સ્વાસ્થયનો હવાલો ટાંકીને મનાઇ કરી દીધી હતી. આ ઉપરાંત હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ આગ્રહ છે કે નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવા ઉપરાંત તે દલિત હોય.
રદ્દ ટિકિટોમાંથી પણ ભારતીય રેલ્વેએ કરી 1536 કરોડ રૂપિયાની કમાણી !
ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ
કાર્યવાહક અધ્યક્ષ પદ માટે અનેક વરિષ્ઠ નેતાઓનાં નામ આગળ ચાલી રહ્યા છે. તેમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ કુમાર શિંદેના નામનો સમાવે્શ થાય છે. સિંધિયાએ જો કે કહ્યું કે, પોતે ટોપના પદની દોડમાં નથી. પાર્ટી સુત્રોએ કહ્યું કે, વાસનિક તેના માટે ફિટ બેંસી રહ્યા છે, કારણ કે તેઓ માત્ર 59 વર્ષનાં છે ઉપરાંત દલિત પણ છે. જેનાં કારણે કોંગ્રેસ પોતાની ગુમાવી ચુકેલા દલિત મતદાતાઓ પર પણ પકડ મજબુત કરી શકે છે.