Organic Farming: તમે જોયું હશે કે પંજાબના સૌથી વધુ ખેડૂત અનાજની ખેતી પર નિર્ભર છે. પરંતુ દિલપ્રીત સિંહ કંઈક અલગ વિચારે છે. તેમણે ચાર વર્ષ પહેલા જ પોતાની 8 એકડ જમીનમાં અનાજના બદલે જુવાર અને બાજરી જેવા મોટું અનાજ ઉગાડવાનું શરૂ કર્યું. તેમણે ખેતીમાં કઠોર મહેનત કરી અને ઉત્પાદન વધાર્યું. આશ્ચર્યજનક વાત એ છે કે હવે તેઓ ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ અનાજનું એક્સપોર્ટ કરી રહ્યા છે. દિલપ્રીત સિંહ સંગરૂરના રહેવાસી છે અને તેમણે સરકારી મદદથી 2019માં રાગી, બાજરા અને કોદોની ખેતી શરૂ કરી હતી. તેમનું માનવું છે કે બરછટ અનાજ પાણીની અછત અને વધુ ખાતરની જરૂરિયાત જેવી સમસ્યાઓનો ઉકેલ હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતમાં ખુબ મુશ્કેલીઓ પડી
કૃષિ જાગરણના રિપોર્ટ મુજબ બરછટ અનાજની ખેતી કર્યા પહેલા દિલપ્રીત સિંહને પાકને સંભાળનાર મજૂરોને શોધવામાં ખુબ મુસ્કેલીઓ પડી અને આખરે આ અનાજને તૈયાર કરવાની રીત પણ શીખવી પડી. તે વખતે બીજા ખેડૂતો પણ તેમની મઝાક ઉડાવતા હતા કે આ અનાજ કોઈ ખાતું નથી. તમને જણાવી દઈએ કે રાગી, જુવાર, બાજરી, કોદો જેવા અનાજ પહેલા ભારતમાં ખુબ ખવાતા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ તેમને શ્રી અન્ના કહીને બોલાવે છે. આ અનાજ ગ્લૂટેન ફ્રી હોય છે અને તેમાં ઘઉં અને ચોખા કરતા પણ વધુ ઊર્જા હોય છે.


મુશ્કેલીઓનો સામનો
દિલપ્રીત જમાવે છે કે, મે એટલા માટે બરછટ અનાજ ઉગાડવાનું શરૂ કર્યું હતું, જેથી પંજાબમાં પાણીની કમી અને પ્રદૂષણની સમસ્યાને ઓછી કરી શકાય. સૌથી પહેલા તો મને મારા મિત્રોને સમજાવવા પડ્યા. પરંતુ તેમણે એ વખતે જાણવા મળ્યું કે ભારતમાં લોકો બરછટ અનાજને અત્યારે પણ ચોખા કે ઘઉંનો વિકલ્પ અપનાવવા માંગતા નથી. આ કારણે તેમણે ગ્લોબલ માર્કેટ એટલે કે વિદેશી બજારો તરફ વળ્યા. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડ્ક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની મદદથી આ મહીને તેઓ લગભગ 14 ટન બરછટ અનાજ ઓસ્ટ્રેલિયાને એક્સપોર્ટ કરનાર પહેલા ભારતીય ખેડૂત બની ગયા છે. તેનાથી તેમણે લગભગ 38 લાખ રૂપિયાની કમાણી થઈ છે.


બીજ બચાવવાનો પડકાર
પરંતુ આ કામ પણ સરળ નહોતું. તેઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમોનું પાલન કરવું પડ્યું. આ ઉપરાંત આ બીજ વિદેશમાં ઉગાડવામાં ન આવે તેની પણ ખાતરી કરવાની હતી. આ માટે ઘણા લોકોએ તેના બીજને પીસીને પાવડર બનાવવાની સલાહ આપી. દિલપ્રીત કહે છે, "હું ઈચ્છું છું કે લોકો કૂકરમાં ચોખા રાંધે છે તેટલી જ સરળતાથી બરછટ અનાજ રાંધવા સક્ષમ બને." તેઓએ બીજને નિષ્ક્રિય કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી જેથી તેઓ વિદેશી જમીનમાં ઉગી ન શકે.


લોન્ચ કરી પોતાની બ્રાન્ડ 
આ કારણોસર તેમણે રેડી ટૂ કૂક માટે બરછટ અનાજ બનાવવાનું વિચાર્યું અને તેમની પોતાની બ્રાન્ડ 'હેલ્ધી સોઈલ, ફૂડ એન્ડ પીપલ' શરૂ કરી. પેકેજિંગને કારણે ખર્ચ વધી ગયો હતો પરંતુ હવે તેઓ સારી આવક મેળવવા સક્ષમ છે. વર્ષ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. દિલપ્રીત સિંહ જેવા ખેડૂતો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. હવે તેમણે વર્ષ 2024-25માં 75-80 લાખ રૂપિયાની આવકનું લક્ષ્યાંક રાખ્યું છે. તેઓ તેમના અનાજની કેનેડામાં નિકાસ કરવાનું પણ વિચારી રહ્યા છે.