કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે પોતાના ચૂંટણી વાયદા પર મહોર લગાવી દીધી. પશ્ચિમ બંગાળ વિધાનસભાએ વિધાન પરિષદના નિર્માણને લઈને પ્રસ્તાવ પાસ કર્યો છે. બંગાળ વિધાનસભાએ વિધાન પરિષદના નિર્માણને લઈને ગૃહમાં રજૂ કરાયેલા પ્રસ્તાવના પક્ષમાં 196 સભ્યોએ મત આપ્યો તો વિરોધમાં 69 મત પડ્યા હતા. વોટિંગ દરમિયાન ગૃહમાં 265 ધારાસભ્યો હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જી સરકાર તરફથી વિધાનસભામાં રજૂ વિધાન પરિષદ બનાવવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે, પરંતુ હવે તેને સંસદના બન્ને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી બહુમત સાથે પસાર કરાવવો પડશે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે. 


શું છે મમતા બેનર્જીનો પ્લાન?
મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે જે પ્રતિષ્ઠિત લોકો અને વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નથી, તેને વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવશે. 


આ પણ વાંચોઃ Union Cabinet Reshuffle: આવતીકાલે સાંજે મોદી કેબિનેટનો વિસ્તાર, આ નેતા બનશે મંત્રી!


દેશના આ છ રાજ્યોમાં છે વિધાન પરિષદ
આ સમયે દેશના માત્ર છ રાજ્યોમાં વિધાન પરિષદ છે, જેમાં બિહાર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સામેલ છે. બંગાળમાં 294 વિધાનસભા સીટો છે. કારણ કે એક વિધાન પરિષદમાં સભ્યોની સંખ્યા વિધાનસભાના સભ્યોના એક તૃતીયાંશથી વધુ ન હોઈ શકે, તેથી બંગાળમાં વિધાન પરિષદમાં 98 સભ્યો હોઈ શકે છે. 


17 વર્ષ સુધી બંગાળમાં રહી વિધાન પરિષદ
1952માં વિધાન પરિષદની રચના કરવામાં આવી, જે 1969 સુધી જારી રહી, પરંતુ બીજી સંયુક્ત મોર્ચા સરકારે એક બિલ પસાર કરી ઉચ્ચ ગૃહને સમાપ્ત કરી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube