સોપોરઃ ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી દાનિશ ચાનાને ઝડપી લીધો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સની 179 બટાલિયન, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં દાનિશ તારિક ચાનાને ઝડપી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાના લશ્કરે તૈયબાનો સ્થાનિક આતંકવાદી હતો અને ઓલ્ડ બારામુલા ટાઉનમાં સ્ટેડિયમ કોલોનીમાં રહેતો હતો. સુરક્ષા દળોએ તેને સવારે પકડી પાડ્યો હતો. દાનિશ ચાના કેટલાક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો. જેમાં બહારથી આવેલા મજૂરોની હત્યા, સોપોરમાં એક ફળના વેપારી પર ગોળીબાર અને ચાર સભ્યોને ઈજાગ્રસ્ત કરવા, નાગરિકોનાં કેટલાક વાહન સળગાવી દેવા, ફળોના વેપારીઓને ધાક-ધમકી આપવી, વેપારીઓને દુકાનો ન ખોલવા દેવી વગેરે અપરાધોમાં તે સામેલ હતો. 


જમ્મુ અને કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાઘ સિંઘે સોપોરમાંથી આતંકવાદીને પકડી લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ચાનાની હવે વધુ પુછપરછ કરવામાં આવશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....