દિલ્હીના LGનો સીએમ પર આરોપ, કહ્યં- `કેજરીવાલે મને ધમકી આપી`
ફેબ્રુઆરીથી અમલદારશાહી અને કેજરીવાલ સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે
નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે નિવેદન આપ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ મંત્રી કારણ વગર ધરણા પર બેઠા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી અનિલ બૈજલની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેઓ પોતાની ત્રણ માંગણીઓ માટે એલજીની ઓફીસ પર જ ઘરણા માટે બેઠા . હતા. કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર બેસી ગયા છે. કેજરીવાલે ઉપરાજ્યપાલ પાસે માંગ કરી હતી કે દિલ્હીમાં હડતાળ પર ગયેલા આઇએએસ અધિકારીઓને કામ પર પરત ફરવાનાં નિર્દેશ આપવામાં આવે, ચાર મહિનાથી કામકાજ રોકનાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને રેશનની ડોરસ્ટેપ ડિલિવરીની યોજનાને મંજુરી મળે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી ઉપરાજ્યપાલ માંગણીઓ નહી સ્વિકારે ત્યાં સુધી હું ધરણાનો અંત નહીં લાવું. સામા પક્ષે એલજીએ કેજરીવાલ પર તેમની વાત માનવા માટે ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલે એલજી કાર્યાલયના વેઇટિંગ રૂમમાં સોમવારે સાંજે 6 વાગ્યે ટ્વીટ કરી છે કે અનિલ બૈજલને માંગનો પત્ર સોંપી દેવામાં આવ્યો છે પણ તેમણે કોઈ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
એલજી કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે કારણ વગર ધરણાં નકામું પ્રદર્શન છે. એલજી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે એક મુલાકાતમાં સીએમએ પોતાની ડિમાન્ડ માની લેવા માટે એલજીને ધમકી આપી છે.
આ પહેલાં કેજરીવાલે આરોપ લગાવયો હતો કે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રએ આપ સરકારના કામકાજને રોકવા માટે એલજી, આઇએએસ અધિકારીઓ, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સ વિભાગ અને દિલ્હી પોલીસને ખુલ્લી છુટ આપી છે.