મમતાને ન મળી કેજરીવાલને મળવાની મંજૂરી, CM આવાસમાં પરિવાર સાથે કરી મુલાકાત
મમતા બેનર્જી અને અન્ય મુખ્યપ્રધાનોને અરવિંદ કેજરીવાલને મળવાની મંજૂરી ન મળી, ત્યારબાદ ચારેય નેતાઓએ કેજરીવાલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ નીતિ આયોગની બેઠકમાં સામેલ થવા માટે ઘણા રાજ્યોના મુખ્યપ્રધાનો દિલ્હીમાં છે. અહીં આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઉપ-રાજ્યપાલ આવાસમાં ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલને મળવાનો પ્લાન તૈયાર કર્યો હતો. મમતા બેનર્જીની સાથે કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી, આંધ્ર પ્રદેશની સીએમ ચંદ્રાબાબુ નાયડૂ અને કેરલના મુખ્યપ્રધા પી. વિજયને ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો હતો.
અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, મંત્રી ગોપાલ રાય અને સત્યેન્દ્ર જૈન વિભિન્ન માંગોને લઈને ગત સોમવારથી એલજી આવાસ પર ધરણા પર બેઠા છે. તેમાંથી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ભૂખ હડતાળ પર છે.
સમય મળવાની આશા સાથે ચારેય નેતા એલજી હાઉસ માટે રવાના થઈ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચીને આ નેતાઓે ખ્યાલ આવ્યો કે ઉપરાજ્યપાલે તેમને આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ કેજરીવાલને મળવાની મંજૂરી આપી નથી. મંજૂરી ન મળતા મમતા બેનર્જી કેજરીવાલને મળ્યા વિના પરત ફર્યા હતા. ત્યારબાદ આ ચારેય નેતા મુખ્યપ્રધાન આવાસ પહોંચ્યા અને અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ પત્રકારોને કહ્યું કે, તેઓ આ મુદ્દાને વડાપ્રધાન સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ગેર-બંધારણિય સંકટ ઉભું થયું છે. તેમણે કહ્યું કે, ઉપરાજ્યપાલને પત્ર લખીને મળવાની મંજૂરી માંગી હતી, પરંતુ એલજી હાઉસ તરફથી કોઇ જવાબ આપવામાં ન આવ્યો. આ અયોગ્ય છે.
અરવિંદ કેજરીવાલ ઉપરાજ્યપાલના કાર્યાલય સહ આવાસ રાજનિવાસમાં છેલ્લા 6 દિવસથી ધરણા પર છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ શનિવારે ટ્વીટ કર્યું, ઉપરાજ્યપાલે મળવાની મંજૂરી ન આપી. રાઘવે ટ્વીટમાં આગળ લખ્યું કે, કેજરીવાલે કહ્યું કે, આ અત્યંત વિચિત્ર થયું જાઈ છે.
આ પહેલા ચડ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શનિવારે રાત્રે 8 કલાકે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે ઉપરાજ્યપાલ પાસે સમય માંગ્યો છે.
કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન તથા ગોપાલ રાય સોમવારથી જ રાજનિવાસમાં ધરમઆ પર છે. તેમની માંગ છે કે ઉપરાજ્યપાલ દિલ્હીમાં પ્રશાસન ચલાવતા આઈએએસ અધિકારીઓની અનિશ્ચિત હડતાળ ખતમ કરાવીને કામ કરવાનો આદેશ આપે. આ સિવાય રાશનની ઘર-ઘર ડિલેવરીને પણ મંજૂરી આપે. રાશનની ઘર-ઘર ડિલીવરીની માંગને લઈને આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શુક્રવારે વડાપ્રધાન આવાસ સુધી પેડલ માર્ચ પણ કરી અને પ્રતીક પૂરે તેમના ઘર પર રાશનની ડિલીવરી કરી.
મમતા બેનર્જી પહેલા જ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. બીજીતરફ પાટીદાન નેતા હાર્દિક પટેલે પણ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી. તેણે એક ટ્વીટમાં કહ્યું, પાર્ટી મારા માટે મહત્વ નથી રાખતી પરંતુ હું અરવિંદ કેજરીવાલની આ લડાઈમાં તેમની સાથે છું. લોકતંત્રને બચાવવા માટે બધાએ એક થવું પડશે.