હૂતૂતૂના દાવ શિખવતા શિખવતા શિક્ષિકા અને વિદ્યાર્થિની વચ્ચે થયું ઈલુઈલુ! જેન્ડર બદલીને કર્યા લગ્ન
રાજસ્થાનના ભરતપુરમાં એક સમલૈંગિક દંપતિના લગ્ન આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા.બંને એકબીજાના શિક્ષક અને વિદ્યાર્થી રહી ચુક્યા છે. કેવી રીતે શરૂ થઈ બંનેની લવ સ્ટોરી? આવો જાણીએ આ રસપ્રદ અહેવાલમાં.
નવી દિલ્હીઃ આજની તારીખમાં સમલૈંગિકતા વિશે લગભગ દરેક લોકો જાણે છે. ઘણા કિસ્સાઓમાં, આપણે રોજેરોજ જોતા રહીએ છીએ કે ગે યુગલો એકબીજા સાથે લગ્ન કરે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના ભરતપુરમાં પણ જોવા મળ્યો. જ્યાં રમત-ગમતની એક મહિલા શિક્ષકે તેની જ વિદ્યાર્થિની સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન આખા શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો આ લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ. આવો જાણીએ...વાસ્તવમાં ડીગની રહેવાસી મીરા બાળપણથી જ પોતાને છોકરો માનતી હતી. તે હંમેશા છોકરાની જેમ રહેતી અને છોકરાઓ સાથે રમતી. તેણે 5 બહેનો છે અને કોઈ ભાઈ નથી. પિતા બીરી સિંહને પણ લાગ્યું કે મીરા તેમની પુત્રી નથી, પરંતુ પુત્ર છે. તે ઘરના તમામ કામો કરશે જે એક પુત્ર કરે છે.
મીરા એક સ્પોર્ટ્સ પ્લેયર છે. તેને નાનપણથી જ રમતગમતમાં ખૂબ જ રસ હતો. તેથી જ તે સખત મહેનત પછી સ્પોર્ટ્સ ટીચર બની. તેઓ સરકારી માધ્યમિક શાળા, નાગલામાં પોસ્ટેડ હતા. કલ્પના નામની વિદ્યાર્થિની પણ આ જ શાળામાં ભણતી હતી. કલ્પના કબડ્ડીની ઘણી સારી ખેલાડી છે. તે ત્રણ વખત કબડ્ડીમાં નેશનલ પણ રમી ચૂકી છે.
મીરા કલ્પનાને કબડ્ડીની નવા દાવ શીખવતી. ધીરે ધીરે બંને એકબીજાને એટલા પસંદ કરવા લાગ્યા કે તેમની વચ્ચે અફેર શરૂ થઈ ગયું. સમય વીતતો ગયો અને બંને હવે લગ્ન પણ કરવા માગતા હતા. પરંતુ એક જ જાતિ હોવાથી તેઓ એકબીજા સાથે લગ્ન કરી શક્યા ન હતા. મીરાને ફરી યાદ આવ્યું કે તેણે 2012માં એક સમાચારમાં વાંચ્યું હતું કે કોઈએ તેની જાતિ બદલી છે. તેના પરથી તેને ખબર પડી કે ડોક્ટરની મદદથી આ શક્ય છે.
સર્જરીની પ્રક્રિયા 2019થી 2021 સુધી ચાલી-
મીરાએ યુટ્યુબ પર તેના વિશે સર્ચ કર્યું. તેને ખબર પડી કે દિલ્લીમાં એક ડૉક્ટર છે જે જેન્ડર બદલાવની સર્જરી કરે છે. મીરા તેને મળી અને તેની સારવાર કરાવી. સારવાર 2019થી શરૂ થઈ હતી અને છેલ્લી સર્જરી 2021માં કરવામાં આવી હતી. હવે મીરા સંપૂર્ણ પુરૂષ બની ગયો છે. તે પુરૂષ બની ખૂબ જ ખુશ થયો. તેણે પોતાનું નામ મીરાથી બદલીને આરવ પણ રાખી દીધું.
4 નવેમ્બરે લગ્ન કર્યા હતા-
કલ્પના પણ હવે ખુશ હતી કે તે મીરા એટલે કે આરવ સાથે લગ્ન કરી શકશે. બંનેએ 4 નવેમ્બરે લગ્ન કર્યા. બંનેના પરિવારજનો પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
'કલ્પનાએ પૂરો સાથ આપ્યો'-
આરવ કુંતલે કહ્યું, "હું મહિલા ક્વોટામાંથી સરકારી શાળામાં શિક્ષક બન્યો હતો. શાળામાં ભણતી છોકરી કલ્પના સારી ખેલાડી હતી. જ્યારે મેં મારું જેન્ડર બદલ્યું ત્યારે કલ્પનાએ મને બોવ સપોર્ટ કર્યો. બંને વચ્ચે પહેલેથી જ ઘણી વાતચીત થઈ હતી. બંને પરિવારો લગ્ન માટે સંમત થયા હતા. હાલમાં નોકરીના દસ્તાવેજોમાં નામ બદલવા અને સ્ત્રીના લિંગ સાથે મેળ બેસાડવામાં ઘણી તકલીફ પડે છે."
પરિવારની સંમતિથી લગ્ન કર્યા-
દુલ્હન બનેલી કલ્પનાએ કહ્યું કે, "હું ફિઝિકલ શિક્ષક મીરાના પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી, ત્રણ વર્ષમાં અનેક સર્જરી કરાવ્યા બાદ મીરાએ પોતાનું લિંગ બદલ્યું. તે છોકરીમાંથી છોકરો બની ગઈ. મેં મારા ગુરુ સાથે લગ્ન કર્યા. હું ખુશ છું. બંને પરિવારની સંમતિ પછી જ અમે લગ્ન કર્યાં."
મીરા એટલે કે આરવના પિતા આ લગ્નથી ખૂબ જ ખુશ છે-
તે જ સમયે, જેન્ડર બદલનાર આરવના પિતા બિરી સિંહે કહ્યું, "મને પાંચ છોકરીઓ હતી અને કોઈ દીકરો નહોતો. મીરા, સૌથી નાની દીકરી, છોકરી હોવા છતાં છોકરાની જેમ રહેતી હતી. તેના તમામ કાર્યો છોકરાઓના હતા. માત્ર છોકરાઓ સાથે જ રમતી." હવે તેણે તેનું જેન્ડર બદલ્યું છે. હું ખૂબ જ ખુશ છું કે આરવ અને કલ્પના લગ્ન કર્યા છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube