Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે લાંબી દલીલો  ચાલી. બંને તરફથી દલીલો થઈ. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં ઈડી તરફથી હાજર થયેલા એએસજી એસવી રાજૂએ  કહ્યું કે દારૂ કૌભાંડ થયું છે એ તથ્યમાં શંકાને કોઈ સ્થાન નથી. પૈસા ન મળવાના મુદ્દે ઈડીએ પહેલીવાર સ્પષ્ટ જવાબ આપ્યો છે. ઈડીએ સમજાવ્યું કે લાશ ન મળે તો પણ મર્ડર કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટને અસલ મુદ્દાથી ભટકાવવાના પ્રયત્નો-ED
ઈડીના વકીલે કહ્યું કે આરોપ લગાવવામાં આવે છે કે અમે (કેજરીવાલની ધરપકડ) ચૂંટણીના કારણે કરી. પરંતુ આ બધુ બહુ પહેલેથી ચાલતુ હતું. ચૂંટણી સમયે થયું એવું નથી. આ ફક્ત  કોર્ટને અસલ મુદ્દાથી ભટકાવવા માટે થઈ રહ્યું  છે. એવું નથી કે ઈડી પણ અત્યારે જ એક્ટિવ થઈ છે. ઈડી ઘણા વર્ષોથી એક્ટિવ છે. તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં ડિજિટલ પુરાવા નષ્ટ કરાયા. તમે વચેટિયાઓ દ્વારા કામ કરો છો અને તસવીરમાં આવતા નથી, સમય સમય પર ફોન નથી બદલતા. પછી કહે છે કે મે કશું કર્યું નથી. તમે ખુબ ચાલાકીથી કર્યું છે પરંતુ અમે બધુ ઉજાગર કરી દીધુ છે. 


સ્કેમના પૈસા ક્યાં? EDએ ઉદાહરણથી સમજાવ્યું
પૈસા તો મળ્યા નથી એવા સવાલના મુદ્દે જવાબ આપતા ઈડીએ કહ્યું કે જો અમે સાબિત કરી દઈએ કે તમે મની લોન્ડરિંગમાં સામેલ છો તો પૈસા મળવાનો પ્રશ્ન જ નથી. રાજૂએ કહ્યું કે તર્ક આપવામાં આવે છે કે મારા ઘરેથી  કઈ મળ્યું નથી. પરંતુ તમે કોઈ બીજાને આપી દીધુ તો ક્યાંથી મળશે તમારા ઘરમાંથી. એએસજીએ પોતાની વાત સમજાવતા કહ્યું કે, યોર ઓનર તમે એ વાતથી માહિતગાર છો કે અનેક કેસોમાં લાશ મળતી નથી, પરંતુ કેસ ચાલે છે અને આરોપી દોષિત પણ ઠરે છે. તેનો અર્થ એ નથી કે હત્યા થઈ નથી. 


આપનો આરોપ, ધરપકડ ખોટી ગણાવી
આ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાની દલીલો રજૂ કરી. તેમણે ધરપકડને ખોટી ગણાવતા તેને લોકસભા ચૂંટણી સાથે જોડવાની કોશિશ કરી. તેમણે ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટમીમાં ભાગ લેતા રોકવા અને બદનામ કરવા માટે તેમના અસીલની ધરપકડ થઈ છે. સિંઘવીએ એકવાર ફરીથી દાવો કર્યો કે ઈડીએ દબાણ નાખીને આરોપીઓ અને સાક્ષીઓ પાસે કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો બદલાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલ વિરુદ્ધ ઈડી પાસે કોઈ પુરાવા નથી. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube