બ્રીજેશ દોશી/અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદીને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઈ છે. પીએમ મોદીની માલદીવ યાત્રાની શરૂઆત માં જ માલદીવ ના રાષ્ટ્રપતિ એ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનની જાહેરાત કરી. પીએમ મોદીને આ પેહલા પણ વિશ્વના 7 મોટા સન્માન મળી ચુક્યા છે જે વૈશ્વિક સ્તરે ભારતની વધતી સ્વીકૃતિનું પરિણામ છે. ભારતના પ્રધાનમંત્રીને અલગ અલગ દેશો દ્વારા અપાઈ રહેલું સન્માન એ સીધી રીતે ભારતના લોકોનું સન્માન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: માલદીવ પહોંચ્યા PM મોદી, ગાર્ડઓફ ઓનર ઉપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું
માલદીવ પહેલા યુએઈ, રશિયા, સાઉદી અરબ, અફઘાનિસ્તાનઅને પેલેસ્ટાઈન ના સર્વોચ્ચ સન્માન પીએમ મોદીને મળી ચુક્યા છે. આ ઉપરાંત ગત વર્ષે સીઓલ શાંતિ પુરસ્કાર પણ પીએમ મોદીને એનાયત થયો હતો. પર્યાવરણ નો સૌથી મોટો પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ થઈ અર્થ પણ ગત વર્ષે પીએમ મોદીને એનાયત કરાયો છે. પીએમ મોદીની વિદેશનીતિ ને લઈને અનેકવાર ટીકાઓ થતી રહી છે પણ તેમ છતાં પીએમ મોદીની વૈશ્વિક સ્વીકૃતિ અને સન્માન પણ વધી રહ્યા છે. 


રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા


અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો


વડાપ્રધાન મોદીની સૌથી મોટી ઉપલબ્ધી આરબ દેશો સાથેના સંબંધોની સાથે જ પેલેસ્ટાઈન સાથે પણ એટલી જ મજબૂતી સાથેના સંબંધોને માનવામાં આવે છે ત્યારે આગામી 5 વર્ષના શાસન દરમિયાન તેમની વિદેશનીતિ ના વધુ અલગ રંગ અને મજબૂત વૈશ્વિક સંબંધો જોવા મળશે તે નિશ્ચિત છે.


પીએમ મોદીને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનો પર નજર કરીએ તો...
1. 3 એપ્રિલ 2016 ના રોજ સાઉદી અરબનું સર્વોચ્ચ નાગરિક સન્માન- કિંગ અબ્દુલઅજીજ સૈશ પુરસ્કાર ભારત અને સાઉદી અરબ ના સંબોધોની મજબૂતીના બાદ પીએમ ને મળેલું સન્માન.
2. 4 જૂન 2016 ના રોજ અફઘાનિસ્તાન નું સર્વોચ્ચ નાગરિક સન્માન -આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર ભારત-અફઘાનિસ્તાન ના મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીકરૂપ સન્માન.
3. 10 ફેબ્રુઆરી 2018 ના રોજ પેલેસ્ટાઈનનો ગ્રાન્ડ કોલર સન્માન- વિદેશી મહેમાનોને અપાતું સર્વોચ્ચ સન્માન ભારત-પેલેસ્ટાઈન ના મજબૂત સંબંધોનું પ્રતીક.
4. સપ્ટેમ્બર 2018 માં ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન અને પર્યાવરણ માટે જાગૃતિના અભિયાનને લઈને અપાયો હતો પુરસ્કાર.
5. ઓક્ટોબર 2018 માં સીઓલ શાંતિ પુરસ્કાર ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેનું આર્થિક અંતર દૂર કરવા માટેના પીએમ મોદીના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સન્માન.
6. 4 એપ્રિલ 2019 ના રોજ UAE નો  સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - પ્રિન્સ ઝાયેદ  મેડલ ભારત-યુએઈ ના મજબૂત સંબંધોના ભાગરૂપે પહેલીવાર ભારતના કોઈ નેતા ને આ સન્માન અપાયું.
7. 12 એપ્રિલ 2019 ના રોજ રશિયાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન- ઓર્ડર ઓફ સેંટ એન્ડર્યું ધ એપોસ્ટલ સન્માન ભારત-રશિયાના દ્વિ પક્ષીય સંબંધો ની મજબૂતી ના કારણે અપાયું સન્માન