બિહારની 40 બેઠકો માટે NDAનું લિસ્ટ જાહેર, જાણો કઈ બેઠક પર કયા પક્ષની ઉમેદવારી
બિહાર એનડીએમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકો પર કયા પક્ષની દાવેદારી હશે તે અંગેની સૂચિ આજે જાહેર કરી દેવામાં આવી છે. બિહારની 40 લોકસભા બેઠકો પર એનડીએના સહયોગી પક્ષો વચ્ચે સીટોની ઉમેદવારીની વહેંચણી થઈ ગઈ છે.
પટણા: બિહાર એનડીએમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠકો પર કયા પક્ષની દાવેદારી હશે તે અંગેની સૂચિ આજે જાહેર કરી દેવામાં આવી છે. બિહારની 40 લોકસભા બેઠકો પર એનડીએના સહયોગી પક્ષો વચ્ચે સીટોની ઉમેદવારીની વહેંચણી થઈ ગઈ છે. જેડીયુ કાર્યાલયમાં એનડીએના સહયોગી પક્ષ એલજેપી, ભાજપ અને જેડીયુએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને લિસ્ટ જાહેર કરી દીધુ છે. જો કે સૂચિ બહાર પાડતા પહેલા સીએમ હાઉસમાં નીતિશકુમાર સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે મુલાકાત કરી.
નિત્યાનંદ રાયે સીએમ નિતિશકુમાર સાથે બે વાર મુલાકાત કરી. કહેવાય છે કે કેટલીક બેઠકો પર જ્યાં જેડીયુ અને ભાજપ વચ્ચે સહમતી નહતી બની તેના પર નિર્ણય લેવાયો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને સૂચના અપાઈ. ત્યારબાદ એનડીએના ત્રણ ઘટક પક્ષોના પ્રદેશ અધ્યક્ષે એક સાથે મળીને બેઠકો પર પક્ષોની ઉમેદવારીની જાહેરાત કરી.
BJPમાંથી કોંગ્રેસમાં ગયેલા દિગ્ગજ નેતાની મુશ્કેલીઓ વધી, દરભંગાનું કોકડું ગૂંચવાયું
કહેવાઈ રહ્યું હતું કે બેઠકો પર ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ જશે. જો કે હજુ ઉમેદવારોની જાહેરાત થઈ નથી. કહેવાય છે કે તેની જાહેરાત પણ જલદી થશે. અત્રે જણાવવાનું કે સીટ શેરિંગનો ફોર્મ્યુલા પહેલા જ નક્કી થઈ ગયો હતો. જેમાં જેડીયુ અને ભજાપને 17-17 બેઠકો તથા એલજેપીને 6 બેઠકો આપવાની વાત થઈ હતી. હવે આ આધાર પર 40 બેઠકો પર કયા પક્ષની ઉમેદવારી કઈ બેઠક પર હશે તેની જાહેરાત કરી દેવાઈ છે.
લોકસભા ચૂંટણી 2019: BJPના ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર થઈ શકે, આ છે સંભવિત ઉમેદવારો
જેડીયુની બેઠકો
વાલ્મિકી નગર, નાલંદા, જહાનાબાદ, પૂર્ણિયા, મુંગેર, સિવાન, સીતામઢી, બાંકા, કિશનગંજ, મધેપુરા, કારકાત, ઝંઝારપુર, ગોપાલગંજ, સુપૌલ, ગયા, કટિહાર, ભાગલપુર
એલજેપીની બેઠકો
હાજીપુર, વૈશાલી, સમસ્તીપુર, જમુઈ, ખગડિયા, નવાદા
ભાજપની બેઠકો
પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિવહર, મધુબની, અરરિયા, મઝફ્ફરનગર, મહારાજગંજ, સારણ, ઉઝિયારપુર, બેગુસરાય, પટણાસાહિબ, પાટલીપુત્ર, સાસારામ, દરભંગા, આરા, બક્સર, ઔરંગાબાદ