Live: કસારી-મસારી કબ્રસ્તાન પહોંચ્યા અતીકના બંને સગીર બાળકો, અશરફની પુત્રીઓ પણ પહોંચી
Atiq Ahmed Murder News: અતીક અહમદ અને તેના ભાઈ અરશદની ગોળી મારી શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરી દેવામાં આવી હતી. બંને ભાઈઓની પોલીસની હાજરીમાં ગોળીબારી કરી હત્યા કરવામાં આવી હતી.
પ્રયાગરાજઃ ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા કરવામાં આવી છે. મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોએ બંનેની હત્યા કરી નાખી છે. જય શ્રી રામના નારા લગાવતા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. અતીક અને તેના ભાઈ અશરફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. તો હત્યા કરનાર ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
જનાજામાં પહોંચ્યા સંબંધીઓ
અતીક અહમદ અને અશરફના જનાજામાં માત્ર નજીકના સંબંધીઓ પહોંચ્યા છે. આ સિવાય કબ્રસ્તાનની બહાર ઘણા લોકોની ભીડ છે.
કબ્રસ્તાનની બહાર લોકોની ભીડ
કસારી-મસાકી કબ્રસ્તાનની બહાર લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ છે. પોલીસ માત્ર ગણતરીના લોકોને અંદર જવા દે છે.
અશરફની બંને દીકરીઓ પણ કબ્રસ્તાન પહોંચી
અશરફની બંને પુત્રીઓ પણ કબ્રસ્તાન પહોંચી ચુકી છે. થોડા સમયમાં અતીક-અશરફના શબને દફનાવવામાં આવશે.
અતીકના બંને સગીર પુત્રો પહોંચ્યા કબ્રસ્તાન
અતીક અહમદને સુપુર્દ-એ-ખાક કરવા દરમિયાન તેના બંને સગીર બાળકો કબ્રસ્તાન પહોંચ્યા છે.
કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યો અતીક-અશરફનો મૃતદેહ
માફિયા અતીક અહમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ પૂરુ થયા બાદ તેનો મૃતદેહ પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યો છે. હવે થોડા સમયમાં અતીક-અશરફને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
અતીક અહમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ થયું પૂરુ
માફિયા અતીક અહમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. આ બંનેની બોડીને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે. આ બંનેને સુપુર્દે-એ-ખાક કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર અતીકના બોડીમાં 8 ગોળીઓ વાગી છે.
10 વર્ષ પહેલા ચા વેચનારો બન્યો અતીકનો હત્યારો, જાણો ત્રણેય શૂટરની ક્રિમિનલ હિસ્ટ્રી
અતીક-અશરફ હત્યાકાંડના ત્રણેય શૂટરને 14 દિવસની જેલ
પ્રયાગરાજમાં માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફને મારનાર ત્રણેય આરોપીઓને 14 દિવસ માટે જેલ હવાલે કરવામાં આવ્યા છે. માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનાર ત્રણેય શૂટર અરૂણ મૌર્ય, સન્ની સિંહ અને લવલેશ તિવારીને પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અતીક-અશરફની હત્યા કરનારા ત્રણ આરોપી કોન્ટ્રાક્ટ કિલર છે
અતીક-અશરફ હત્યા કેસમાં અત્યાર સુધીની તપાસમાં ત્રણેય આરોપીઓ કોન્ટ્રાક્ટ કિલર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય એકબીજાને પહેલા ઓળખતા ન હતા, ત્રણેય અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. યુપી પોલીસ માસ્ટરમાઇન્ડની તપાસમાં વ્યસ્ત છે જેણે આ ત્રણેયને એકસાથે મોકલ્યા હતા, તેમની રેકી કરાવી હતી, હોટલમાં રોકાયા હતા, તેમને વિદેશી હથિયારો, નકલી આઈડી કાર્ડ-બૂમ અને મીડિયાના કેમેરા આપ્યા હતા અને અતીક તથા અશરફની હત્યા માટે મોકલ્યા હતા.
કોણ છે અતીક-અશરફના હત્યારા?
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણેય આરોપી પ્રયાગરાજની બહારના છે. અતીક-અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની સિંહ કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું જણાવ્યું હતું. પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube