નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં પાસ થઈ ગયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને લોકસભામાં રજુ કરવામાં આવ્યું. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ. જેના પર ચર્ચા શરૂ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફારુક અબ્દુલ્લાની નથી કરાઈ અટકાયત: અમિત શાહ
એનસીપી સાંસદ સુપ્રિયા મુલેએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે મારી બાજુમાં ફારુક અબ્દુલ્લાજી બેસે છે અને તેમનો અવાજ સંભળાતો નથી. આ ચર્ચા તેમના વગર અધૂરી રહેશે. જેનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ફારુક અબ્દુલ્લાની અટકાયત કે ધરપકડ કરાઈ નથી. તેઓ પોતાની મરજીથી તેમના ઘરે છે. સૂલેએ કહ્યું કે તેમની તબિયત ઠીક નથી તો અમિત શાહે કહ્યું કે હું ડોક્ટર નથી અને તબિયત હું ઠીક કરી શકું નહીં. 


જેડીયુ વિરોધમાં , YSRCP એ આપ્યું સમર્થન
લોકસભામાં YSRCP સાંસદ આર આર રાજુ કાનુમુરુએ પ્રસ્તાવનું સમર્થન આપતા કહ્યું કે આજે ઐતિહાસિક દિન છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ વિધાનસભાએ રાજ્યના ભાગલાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને દિલ્હી મોકલ્યો હતો. કલમ 3નો ભંગ થયો અને રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. અમારા મુખ્યમંત્રીએ ત્યારબાદ રાજીનામું આપી દીધુ. ત્યારબાદ તેના વિરુદધ એક કેસ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. દેશમાં એક બંધારણ અને એક ઝંડો હોવો જોઈએ જે ફક્ત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શક્ય છે. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...