ટેક્સાસ : Howdy Modi Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. જેનો રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે. આ પ્રસંગે વડાપ્રધાનમોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. બંન્ને દિગ્ગજ આશરે 100 મિનિટ સુધી સાથે રહેશે. વડાપ્રધાન મોદી બસ ગણત્રીની મિનિટોમાં પોતાનું સંબોધન ચાલુ કરવાનાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન...


- ભારત માટે સીમા સુરક્ષા ખુબ જ જરૂરી છે
- ભારત અને અમેરિકા માટે બિનકાયદેસર પ્રવાસીઓ પણ એક મોટી સમસ્યા છે.
- ઇસ્લામીક આતંકવાદને પહોંચી વળવા માટે ભારત- અમેરિકા સંરક્ષણ સહયોગને વધારે મજબુત બનાવશે.
- ગત્ત એક વર્ષમાં ભારતને ક્રૂડ ઓઇલનાં નિકાસ 400 ટકા જેટલું વધ્યું છે.
- વડાપ્રધાન મોદી શું તમે મને બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ જોવાની તક આપશો.
- જો આવતા અઠવાડીયે ભારતમાં યોજાનારી બાસ્કેટ બોલની ચેમ્પિયનશીપ જોવાની તક આપશો.
- આવા અઠવાડીયે ભારતમાં એનબીએ રમતનું આયોજન થઇ રહ્યું છે. 
- અમેરિકામાં ભારતના વધતા રોકાણનું સ્વાગત કરીએ છીએ.
- ભારતીય બજાર ખુબ જ ઝડપથી વિકસી રહ્યું છે. 
- અમેરિકી કંપનીઓએ રોજગાર વધારવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 
- ભારતીય અમેરિકી સમુદાય અમારા દેશને સતત મજબુત બનાવી રહ્ોય છે. 
- બંન્ને દેશો અર્થવ્યવસ્થા મુદ્દે નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે. 
- આતંકવાદ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટુ નિવેદન, ઇસ્લામીક આતંકવાદ વિરુદ્ધ બંન્ને સાથે કામ કરસે
- અર્થવ્યવસ્થા  અને રોજગારની દિશામાં ભારત અને અમેરિકાએ સારુ કામ કરી રહ્યા છે.
- અર્થવ્યવસ્થા અને રોજગારની દિશામાં ભારત અને અમેરિકા સારુ કામ કરી રહ્યા છે. 
- ભારત અને અમેરિકા બંન્ને વિકાસનાં કામ કરી રહ્યા છે. 
- વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારત પ્રગતી કરી રહ્યું છે.
- ભારત અને અમેરિકાનું સંબોધન એક જ શબ્દ  'We The People પરથી આવ્યું છે. 
- આ અસાધારણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો ખુબ ખુબ આભાર
-  વડાપ્રધાન મોદીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
- વડાપ્રધાન મોટી ખુબ જ સારુ કામ કરી રહ્યા છે. 
- વ઼ડાપ્રધાન મોદી બીજી વખત ચુંટાવા બદલ તેમને ખુબજ શુભકામનાઓ
- હું હ્યુસ્ટનનાં આ કાર્યક્રમમાં આવીને ખુબ જ ગોરવ અનુભવી રહ્યો છું.
- વડાપ્રધાન મોદી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કર્યું પોતાનું સંબોધન


2017માં ટ્રમ્પે પોતાનાં પરિવાર સાથે મારો પરિચય કરાવ્યો હતો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે બે મોટી લોકશાહીની મિત્રતાનો દિવસ છે. આજે ઐતિહાસિક પળ સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે. મને 2017માં ટ્રમ્પે પોતાનાં પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અમેરિકીના સંબોધન ખુબ જ સારા છે અને અમે સારા મિત્રો છીએ.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરિકામાં અબકી બાર ટ્રમ્પ સરકાર
વડાપ્રધાન મોદીએ કાર્યક્રમની પ્રસ્તુતી કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ હ્યુસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સસ, ગુડ મોર્નિંગ અમેરિકા થી કરી. વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, ટ્રમ્પ કોઇ પરિચયનાં મોહતાજ નથી. અબજો લોકો ટ્રમ્પનાં શબ્દે શબ્દને ફોલો કરે છે. વિશ્વની રાજનીતિમાં ટ્રમ્પનું ખુબ જ મોટુ ગજુ છે. મને ટ્રમ્પ હંમેશા પરિવારના વ્યક્તિ લાગે છે. તેમણે કહ્યું કે, અબ કી બાર ટ્રમ્પ સરકાર


જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ


વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના ટ્વીટને રિટ્વીટ કર્યું
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનાં ટ્વીટને રીટ્વીટ કર્યું છે. વડાપ્રધાન મોદીએ રિપ્લાઇમાં લખ્યું કે, સાચે જ આજનો દિવસ ખુબ જ શાનદાર હશે. તમને મળવા માટે ઉત્સુક છું. 


કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
હાઉડી મોદના 3 કલાકના કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રનું પણ આયોજન કરવામાં આવશે. 90 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ધ ઇન્ડિય અમેરિકન સ્ટોરીથી ચાલુ થશે. ત્યાર બાદ 'Shared Dreams, Bright Future' સેશન થશે. જેનું ફોકસ ભારત અમેરિકાના અને સફળતા પર રહેશે.આ કાર્યક્રમમાં કલાકાર ભારતીય શાસ્ત્રીય સંગિત, લોકગીત અને નૃત્ય રજુ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ગુજરાતી પારંપારિક ડાંડિયા નૃત્ય પણ રજુ કરશે. 


જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
વડાપ્રધાન મોદી અમેરિકાની એનર્જી સિટી કહેવાતા હ્યુસ્ટનમાં આજે તેલ ક્ષેત્રની અનેક કંપનીઓનાં સીઇઓને મળ્યા. આ બેઠકમાં 16 ઉર્જા કંપનીઓનાં CEO જોડાશે. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહયોગને વિસ્તાર  આપવાના ઉદ્દેશ્ય સાથે થયેલી બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકી કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્વની મહત્વની સમજુતી કરી. ટેલ્યૂરિયન અને પેટ્રોનેટ એનએનજી લિમિટેડ વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવ્યો. જેના હેઠળ પીએલએલ અમેરિકાથી વાર્ષિક 50 લાખ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આયાત કરશે. સમજુતી અનુસાર અમેરિકી કંપની 5 મિલિયન ટન LNG સપ્લાય કરશે.