ઇસ્લામાબાદ : G-7 શિખર સમ્મેલન ઉપરાંત એક બેઠકમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારતે અમને દેવાળીયું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ ઇમરાન ખાને એકવાર ફરીથી કાશ્મીર રાગ છેડ્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર અંગે હવે નિર્ણાયક સમય પાકી ચુક્યો છે. કાશ્મીર અંગે ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતે ઘણી મોટી ભુલ કરી છે. ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવાની તક શોધતું રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે જી7? શા માટે ચીન અને રશિયાને પણ આ ક્લબમાં સ્થાન નથી?
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) ને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરવાનાં ભારત સરકારનાં નિર્ણયથી પરેશાન પાકિસ્તાન (Pakistan) સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાકિસ્તાનને દરેક સ્થળે ભોંઠુ પડવું પડ્યું હતું. હાલમાં જ યુનાઇટેડ નેશનમાં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે મોટો ઝટકો લાગ્યો હતો.  બીજી તરફ જી-7 શીખર સમ્મેલન ઉપરાંત એક બેઠકમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જમ્મુ કાશ્મીર મુદ્દે સ્પષ્ટ સંદેશ આપી દીધો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કોઇ પણ દેશનાં મુદ્દે દખલ નથી આપતા, એટલા માટે અમે પોતાનાં આંતરિક મુદ્દાઓમાં કોઇને દખલ નહી કરવાનું કષ્ટ નહી આપીએ.


પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી, CBI કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, કાલે મેડિકલ ચેકઅપ
BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આ નિવેદનની મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરીથી કાશ્મીર રાગ આલાપવા જઇ રહ્યા છે. ઇમરાન ખાન સોમવારે વડાપ્રધાન મોદી અને અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની જી7 શીખર સમ્મેલન ઉપરાંત યોજાયેલી બેઠક બાદ સાંજે 05.30 મિનિટે પાકિસ્તાનને સંબોધિત કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ફીરદોસ આશિક અવાને ટ્વીટ કરીને કહ્યું કે, વજીરે આઝમ આજે સાંજે પાંચ વાગ્યે નાગરિકો સાથે ચર્ચા કરશે.