કુલભૂષણ જાધવ કેસ: પાક ICJનો પાક. પોતાના પ્રોપેગેંડા માટે ઉપયોગ કરે છે: ભારત
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાદવ કેસની સુનવણીમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે રજુ થયા. તેમણે કહ્યું કે, આ મુદ્દો વિએના સંધિનુ ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, જાધવને કાઉન્સેલરની સુવિધાથી સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જેને બિનકાયદેસર ગણાવવામાં આવવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન તેને એક પ્રોપૈગેંડાના હથિયાસ સ્વરૂપે વાપરી રહ્યું છે. પાકિસ્તાને તુરંત જ જાધવને કાઉસેલરની સુવિધા આપવામાં આવવી જોઇએ કારણ કે આમ કરવા માટે તે બંધાયેલું છે.
ધ હેગ : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાદવ કેસની સુનવણીમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે રજુ થયા. તેમણે કહ્યું કે, આ મુદ્દો વિએના સંધિનુ ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, જાધવને કાઉન્સેલરની સુવિધાથી સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જેને બિનકાયદેસર ગણાવવામાં આવવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન તેને એક પ્રોપૈગેંડાના હથિયાસ સ્વરૂપે વાપરી રહ્યું છે. પાકિસ્તાને તુરંત જ જાધવને કાઉસેલરની સુવિધા આપવામાં આવવી જોઇએ કારણ કે આમ કરવા માટે તે બંધાયેલું છે.
તેમણે કહ્યું કે, માર્ચ 30 2016ના રોજ ભારતે જાધવને કાઉન્સીલર સુવિધા અપાવવા માટેની ભલામણ પાકિસ્તાનને કરી હતી, જો કે કોઇ જવાબ નહોતો મળ્યો. ત્યાર બાદ અલગ અલગ તારીખોમાં 13 વખત અપીલ કરવામાં આવી ચુકી છે. તેમણે કહ્યું કે, 19 જુન 2017ના રોજ ભારતે પાકિસ્તાનને તપાસમાં સહયોગની અપીલ કરતા કહ્યું કે, જાધવ કોઇ આતંકવાદી ગતિવિધિમાં સંડેવાયેલો હોવા અંગે પાકિસ્તાન તરપથી કોઇ વિશ્વસનીય પુરાવાઓ ઉપલબ્ધ કરાવવામાં નથી આવ્યા.
આઇસીજેમાં સોમવારે ચાલુ થયેલી જાહેર સુનવણીમાં ભારત અને પાકિસ્તાન પોત પોતાનો પક્ષ મુકશે. જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસુસીનાં આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી છે. ભારતે કહ્યું કે, જાધવ નિર્દોષ છે.
વિએના સંધિનુ ઉલ્લંઘન
ભારત 48 વર્ષીય જાધવને પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા હાસ્યાસ્પદ કેસમાં અપાયેલી સજાની વિરુદ્ધ મે 2017માં આઇસીજે ગયું હતું. ભારતીય નૌસેનાના સેવાનિવૃત અધિકારી જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસુસી અને આતંકવાદના આરોપમાં એપ્રીલ 2017માં મોતની સજા ફટકારવામાં આવી હતી. ભારતે 8 મે 2017નાં રોજ આઇસીજેનો સંપર્ક સાધવા માટે જણાવ્યું હતું. પાકિસ્તાન જાધવ સુધી રાજદ્વારી સંબંધની પહોંચનો વારંવાર ઇન્કાર કરીને રાજદ્વારી સંબંધો સંબંધિત 1963ની વિએના સંધિનું ઘોર ઉલ્લંઘન કર્યું છે.