PM મોદીએ ગઠબંધનને સરાબ ગણાવ્યું, પરંતુ આ જનસમૂહ BJPને હટાવવાના નશામાં:માયાવતી
લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. 24 વર્ષ બાદ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી એક મંચ પર ભેગા થયેલા જોવા મળ્યાં.
મૈનપુરી: લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. 24 વર્ષ બાદ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી એક મંચ પર ભેગા થયેલા જોવા મળ્યાં. એક જૂન 1995માં ગેસ્ટહાઉસ કાંડ બાદ સપા અને બસપા ગઠબંધન તૂટ્યા પછી આ બે દિગ્ગજ નેતાઓ એક સાથે મંચ પર જોવા મળ્યાં. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે આ અમારી છેલ્લી ચૂંટણી છે. કૃપા કરીને અમને ભારે બહુમતથી જીતાડો. તેમણે માયાવતીનું સ્વાગત કરતા કહ્યું કે અમારું ભાષણ તમે પહેલા પણ સાંભળી ચૂક્યા છો, આજે બીજાનું સાંભળો. તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું કે વધુ લાંબુ ભાષણ નહીં આપું, ભારે બહુમતથી જીતાડો. મૈનપુરી અમારો જિલ્લો છે, બધા અમારી સાથે છે.
દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...