કોંગ્રેસ રાજમાં કોઇ દસ્તાવેજ વગર માત્ર ફોન પર લોન આપી દેવાતી હતી: વડાપ્રધાન
અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થવો જ સૌથી મોટુ ઉદાહરણ છે કે દેશમાં લોકશાહી જીવી રહી છે અને વિપક્ષ ખોટો કાગરોળ મચાવી રહ્યું છે
નવી દિલ્હી : લોકસભામા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ રજુ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવિશ્વાસનો પ્રસ્તાવ આપણી લોકશાહીની મહત્વપુર્ણ શક્તિનો પરિચય છે. કેટલાક માનનીય સભ્યોએ પ્રસ્તાવનું સમર્થન કરતા પોતાની વાત કહી છે. કેટલાક સભ્યોએ વિરોધ કરતા પોતાની વાત કરી છે. હું તમને અપીલ કરીશ કે આપણે બધા જ આ પ્રસ્તાવને ફગાવી દઇએ. આ દરમિયાન દેશને તે જોવા મળ્યું કે કેવા પ્રકારની નકારાત્મક રાજનીતિએ લોકોને ઘેરેલા છે. આ અહંકરાજ છે કે અમે ઉભા થઇશુ તો વડાપ્રધાન 15 મિનિટ પણ ઉભા નહી રહે. અધ્યક્ષ મહોદય હું ઉભો પણ છું અને છેલ્લા ચાર વર્ષમાં જે કાંઇ પણ કર્યું તેના પર પણ હું અડગ છું.
જો વિપક્ષ અવિશ્વાસના પ્રસ્તાવ માટે તૈયાર નહોતા તો ચર્ચા શા માટે નથી થઇ રહી. લોકશાહીમાં કુર્સીની આટલી ઉતાવળ કેમ. ચર્ચા શરૂ થતાની સાથે જ કેટલાક લોકોનેવડાપ્રધાન પદ પર પહોંચવાની જલ્દી છે. આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી. આ કોંગ્રેસના વડાપ્રધાન કેંડિડેટ બનવા માટે કરવામાં આવતો ફ્લોર ટેસ્ટ છે. આ પ્રસ્તાવના બહાને કોંગ્રેસે પોતાનાં જુથને જમાનાના પ્રયાસો કર્યા છે. એક મોદીને હટાવવા માટે આ પ્રકારના જુથને એકત્ર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે જેની સાથે ક્યારે પણ મળવાનો સમય નહોતો. મારી કોંગ્રેસને સલાહ છે જો તમે પોતાના સાથીઓની પરીક્ષા લેવી હોય તો લો પરંતુ તેના માટે અવિશ્વાસ પ્રસ્તાવનું બહાનું ના બનાવે. જેટલું સરકાર બીજી સરકાર પર કરે છે તેટલો વિશ્વાસ પોતાના સંભવિત સાથીઓ પર તો કરે.
વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષનો હોબાળો
વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો કર્યો અને વડાપ્રધાન મોદી માટે થોડા સમય માટે પોતાનું ભાષણ અટકાવવું પડ્યું હતું. થોડા સમય રોકાયા બાદ જ્યારે વડાપ્રધાને પોતાનું ભાષણ ચાલુ કર્યું તો સતત નારેબાજી થવા લાગી હતી.
તૃષ્ટીકરણ કર્યા વગર વિકાસ
અમે અહીં એટલા માટે છીએ કે અમારી પાસે બહુમતી છે. અમારી પાસે સવાસો કરોડ દેશવાસીઓનો આશિર્વાદ છે. પોતાના સ્વાર્થ સિદ્ધી મામટે કોંગ્રેસના લોકો દેશવાસીઓના વિશ્વાસની સાથે રમત ન કરે. તૃષ્ટીકરણ વગર, મત બેંકની રાજનીતિ કર્યા વગર અમે સબકા સાથ સબકા વિકાસ મંત્ર પર કામ કરતા રહ્યા. ગત્ત ચાર વર્ષમાં તેમણે વર્ગ અને ક્ષેત્રમાં કામ કર્યું જેમની પાસે ચમક ધમક નહોતી. 18 હજાર ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ અમારી સરકારે કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેંકોના રાષ્ટ્રીયકરણથી માંડીને 2014 સુધી ગરીબો માટે બેંકોના દરવાજા બંધ હતા. માતાઓ બહેનો માટે 8 કરોડ શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. સાડા ચાર કરોડ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ ચુલ્હા વિતરણ કર્યું છે.
પોતાની સરકારના મહત્વના કાર્યો ગણાવ્યા
એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષોમાં પાંચ કરોડ દેશવાસીઓ ગરીબીથી બહાર આવ્યા છે. આગામી દિવસોમાં આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની બિમારીમાં મદદ કરવાનો વિશ્વાસ અમારી સરકારે આપ્યો છે. જો કે વિપક્ષને તેનો પણ વિશ્વાસ નથી. અમે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી રહ્યા છીએ. આના પર વિપક્ષને વિશ્વાસ નથી. અમે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહ્યા છીએ. આ અંગે વિપક્ષનો વિશ્વાસ નથી. 80 કરોડ રૂપિયાથી વધારેની 99 સિંચાઇ યોજનાઓને પુરી કરવાનું કામ ચલાવી રહ્યા છે. જો કે તે અંગે પણ તેમનો એટલે કે વિપક્ષનો વિશ્વાસ નથી. અમે 15 કરોડ ખેડૂતોનું મૃદા હેલ્થ કાર્ડ પહોંચાડ્યું છે. અમે 13 કરોડ નવયુવાનોને નોકરી આપવાનું કર્યું છે. આટલા કામ કરવા છતા પણ વિપક્ષને અમારી વાતો પર ભરોસો નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેડૂતો પાસેથુ જેટલું લેવાયું તેનાથી ત્રણ ગણુ અમે તેમને પરત કર્યું છે.
PMએ કહ્યું કે, અમે કાળાનાણાની વિરુદ્ધ લડાઇ છેડી છે. હું જાણુ છું કે કઇ રીતે લોકોને તેના કારણે પરેશાની થઇ રહી છે. એવા ઘા હજી પણ તે લોકોના ભરાયા નથી. 2.5 લાખથી વધારે શેલ કંપનીઓએ અમે તાળા લગાવી દીધા છે. બે લાખ કંપનીઓ આજે પણ નજરમાં છે ક્યારે પણ તેમના પર તાળા લાગવાના છે.
એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર ગત્ત બે વર્ષમાં પાંચ કરોડ દેશવાસીઓ ગરીબીથી બહાર આવ્યા છે. આગામી દિવસોમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની બિમારીમાં મદદ કરવાનો વિશ્વાસ અમારી સરકારે આપ્યો છે. જો કે વિપક્ષને તેનો પણ વિશ્વાસ નથી 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાની વાત કહી રહ્યા છીએ. તેના પર પણ વિપક્ષને વિશ્વાસ નથી. 80 કરોડ રૂપિયા કરતા વધારેની 99 સિંચાઇ યોજાઓને પુરી કરવાનું કામ ચાલી રહ્યું છે. જો કે તે અંગે તેમનો એટલે કે વિપક્ષનો વિશ્વાસ નથી. અમે 15 કરોડ ખેડૂતોને મૃદા હેલ્થ કાર્ડ પહોંચાડ્યા છે. અમે 13 કરોડ નવયુવાનોને નોકરી આપવાનું કામ કર્યું છે. એટલું કામ કરવા છતા પણ વિપક્ષને અમારી વાતો પર ભરોસો નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેડૂતોએ જેટલા લીધા તેનાથી ત્રણ ગણા અમે તેમને પરત આપ્યા છે,
કોંગ્રેસને પોતાના પર જ વિશ્વાસ નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કાળાનાણાની વિરુદ્ધ લડાઇ ચલાવી છે. હું જાણુ છું કે કઇ રીતે લોકોને તેના કારણે પરેશાની થઇ રહી છે. હું જાણુ છુ કે કઇ કઇ રીતે લોકોને તેના કારણે પરેશાની થઇ રહી છે. તેમનો ઘા હજી સુધી આ લોકોના ભરાયા નથી. 2.5 લાખથી વધારે શેલ કંપનીઓને અમે તાળા લગાવ્યા. બે લાખ કંપનીઓ આજે પણ નજરમાં છે ક્યારેક પણ તેમના પર તાળા લાગવાના છે. આ કંપનીઓને કોણ પોષી રહ્યું હતું ? બેનામી સંપતીનો કાયદો 20 વર્ષ સુધી પસાર થવા દેવામાં ન આવ્યો. તમે કોને બચાવવા માંગતા હતા? અત્યાર સુધી કરોડોની બેનામી સંપત્તી જપ્ત કરવામાં આવી છે. વિશ્વને વિશ્વાસ છે, દેશને વિશ્વાસ છે પરંતુ પોતાના પર વિશ્વાસ નથી કરી શકતા તો તેઓ કોના પર કઇ રીતે વિશ્વાસ કરશે.
અમારા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ચાતક પક્ષીના મોઢામાં વરસાદના છાંટા સીધા ન પડે તો તેમાં વાદળનો દોષ ? કોંગ્રેસને પોતાના પર અવિશ્વાસ છે. આ અવિશ્વાસથી ઘેરાયેલા છે.તેમની સંપુર્ણ કાર્યશૈલી અને સાંસ્કૃતિક જીવન ઘેરાયેલું છે. તેમને રિઝર્વ બેંક પર વિશ્વાસ નથી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વાસ નથી. ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી. ઇવીએમ પર વિશ્વાસ નથી કેમ ? કારણ કે તેમને તેમના પોતાના પર જ વિશ્વાસ નથી. જ્યારે કેટલાક લોકો પોતાનો જ વિશેષાધિકાર માનીને બેઠા હતા તો તેઓ જનાધઇકારમાં બદલાવા લાગ્યું તો તેમને પરેશાની થવા લાગી. જ્યારે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી થઇ તેમની પરેશાનીઓ વધી ગઇ.
રાહુલ ગાંધીની ભક્તિ પર પણ ટોન્ટ
જ્યારે તેમને પણ કોર્ટમાં રજુ થવુ પડ્યું તો ચિંતા થવા લાગી. આજકાલ શિવભક્તિની પણ વાતો થઇ રહી છે. હું ભગવાન શિવને પ્રાથના કરૂ છુ કે તમને એટલી શક્તિ આપે કે 2024માં તમે ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો. મારી શુભકામનાઓ છે.
ડોકલામ અંગે કંઇ પણ બોલતા પહેલા માહિતીમેળવી લેવી જોઇએ
અહીં ડોકલામની ચર્ચા કરાઇ. હું માનુ છું કે જે વિષયની માહિતી ન હોય તો ક્યારેક ક્યારેક તે અંગે બોલવાથી વાત ઉલ્ટી પડી શકે છે. એવા વિષયો પર ચર્ચા કરવાનુંટાળવું જોઇએ. રાહુલ ગાંધીની ચીનના રાજદુત સાથે મુલાકાત મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક સ્થળ પર આવી બાળકો જેવી હરકત કરતા રહેશો ?
રાફેલ ડીલનો પણ જવાબ આપ્યો
રાફેલ ડીલ વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું કલ્પના નથી કરી શકતી કે શું સત્યને બદલવામાં આવી શકાય છે. આ કેટલું દુખદ છે કે સદનમાં લગાવવામાં આવેલા આરોપ પર બંન્ને દેશના નિવેદન ઇશ્યું કરવું પડ્યું. શું આ પ્રકારની બાળકો જેવી હરકત આપણે કરતા રહીશું ? કોઇ સરકારના આરોપો લગાવી શકીએ. દરેક વખતે જનતાએ તમને જવાબ આપ્યો. હવે સુધરવાની તક છે સુધરો. આ સમજુતી બે દેશની વચ્ચે થઇ છે. મારી પ્રાર્થના છે કે સંવેદનશીલ મુદ્દાઓ પર આવી નાના બાળકો જેવી હરકતોથી બચવું જોઇએ. અમે જોયું છે કે આવી પ્રવૃતી બની ચુકી છે. દેશના સેનાધ્યક્ષ માટે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાંઆવે છે.
સર્જીકલ સ્ટ્રાઇકને માત્ર વાતો ગણાવવી શરમજનક
જે દેશના ભલા માટે કામ કરે છે તેમના પરાક્રમ પર સવાલ ઉઠાવાય છે. સર્જિકલ સ્ટ્રાઇકને વાતનો સ્ટ્રાઇક કહો છો. તમારે ગાળો ભાંડવી હોય તો મને ભાંડો પરંતુ દેશના માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા જવાનોની હિમ્મત પર સવાલ ન ઉઠાવો. જનતા તમને માફ નહી કરે. કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવની સંવૈધાનિક વ્યવસ્થાનો દુરૂપયોગ કર્યો છે. તે કોંગ્રેસની સ્થિર જનાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ છે.
કોંગ્રેસ પોતે તો ડુબશે પરંતુ સહયોગીઓને પણ લેતી જશે
1999માં પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમારી પાસે બહુમતી છે. ચરણસિંહ, ચંદ્રશેખર, દેવગોડા અને ગુજરાલની સરકારને પણ વચન આપ્યું હતું. કોંગ્રેસના લોકો દેશને ભ્રમિત કરીને પોતાની રાજનીતિ કરે છે. વારંવાર ડો આંબેડકરની ભાષા અને તેમના પહેરવેશની મજાક ઉડાવનારાઓ આજે બાબા સાહેબના ગીત ગાઇ રહ્યા છે. કોંગ્રેસ દેશને હિંસાની આગમાં ફેંકવાનું કામ કરી રહ્યું છે. 356નો દુરૂપયોગ કરનારા અમને લોકશાહીનો પાઠ ભણાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી જમીન પર છેજ નહી. કોંગ્રેસ પાર્ટી ડુબી ચુકી છે. પરંતુ હવે તે પોતાની સાથે રહેલાઓને પણ ડુબાડશે.
કોંગ્રેસ દ્વારા કરાયેલા વિભાજન પર વિવાદનો ઇતિહાસ
વડાપ્રધાને કહ્યું કે, તમે ભારત-પાકિસ્તાનનું વિભાજન કર્યું આજે પણ દેશ સહન કરી રહ્યો છે. તમે આંધ્રનુ વિભાજન કર્યું આજે પણ વિવાદ છે. વાજપેયીજીએ પણ ત્રણ રાજ્યોનું વિભાજન કર્યું હતું. આજે પણ તે રાજ્યો સુખ અને શાંતિથી રહે છે. કોંગ્રેસે રાજનીતિક લાભ માટે રાજ્યોની વહેંચણી કરી. આજે પણ આંધ્ર અને તેલંગાણા વચ્ચે સંસાધનો મુદ્દે વિવાદ છે. દેશણાં કોંગ્રેસની વિભાજનની રાજનીતિકનો દંશ 1947થી દેશને ખબર છે. તેનું નુકસાન આજે દેશ સહી રહ્યો છે. કોંગ્રેસને આંધ્ર અને તેલંગાણા બંન્ને રાજ્યોની જનતાએ ફગાવી દીધું છે.
આંધ્રની માંગનો પણ જવાબ આપ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એનડીએ સરકાર આંધ્રપ્રદેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું સન્માન કરે છે. પરંતુ સરકાર 14મા નાણા પંચની ભલામણોથી બંધાયેલી છે. અમે આંધ્રને તેટલી આર્થિક મદદ આપવા માટેનો પ્રયાસ કર્યો છે જેટલો સ્પેશ્યલ સ્ટેટસવાળા રાજ્યને મળે છે. આંધ્રના મુખ્યમંત્રીએ પોતે તે વાતનો સ્વીકાર કર્યો હતો. જો કે ટીડીપીએ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે યુટર્ન લીધો. હું તે સમયે ચંદ્રાબાબુને ફોન કરીને કહ્યું કે, તમે વાઇએસઆરની જાળમાં ફસાઇ રહ્યા છો. તમે ત્યાની સ્પર્ધાની કોઇ પણ પરિસ્થિતીમાં નહી બચી શકો. હું જોઇ રહ્યો છું કે ઝગડો તેમનો સ્થાનિક છે પરંતુ તેઓ ઉપયોગ સદનનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશની જનતા પણ તેને જોઇ રહી છે. ્મે કોઇ પણ વિશેષ પેકેજ આપીએ છીએ તો તેને પ્રભાવ અન્ય ક્ષેત્રો પર પણ પડે છે. આ સદનમાં વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે તમે કઇ રીતે કોઇ એક રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકો છો. પરંતુ હું આંધ્રની જનતાને વિશ્વાસમાં લેવા માંગુ છું. પછી તે રાજધાનીનું કામ હોય કે જનતાના કલ્યાણનું કામ અને પાછા નહી હટીએ. અમે વિકાસમાં કસર નહી છોડીએ.
કામ કરવા અંગે વિશ્વાસ નથી કરતી કોંગ્રેસ
અમારા કામ કરવાની પદ્ધતી સમસ્યાઓના ઉકેલવાનો છે. વન રેંક વન પેન્શન, જીએસટી જેવા વિષયોને કોણે લટકાવ્યા હતા. લોકો સદનનને ભ્રમિક કરી રહ્યા છે કે જીએસટીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ રોક્યો હતો. હું તમને જણાવવા માંગીશ કે ભાજપ સિવાય અન્ય દળોના મુખ્યમંત્રીઓ પણ જીએસટી મુદ્દે મને મળવા માટે આવ્યા હતા. મોદીજી તમે અમારી વાત ઉઠાવો. જ્યારે હું વડાપ્રધાન બન્યો તો મે તે સમસ્યાનો ઉકેલ કર્યો અને જીએસટી લાવ્યો. તમારી પદ્ધતી જ લટકાવવાની રહી છે. બેનામી સંપત્તીનો કાયદો કોણે લટકાવ્યો હતો? ખેડૂતોને ટેકાના ભાવ આપતા કોણે રોક્યા હતા ?
રાહુલ ગાંધીની આંખોમા આંખો પરોવીને વાત કરવાનો આપ્યો જવાબ
તમારી આંખોમા આંખો નાખવાની હિમ્મત અમારી નથી. અમે તો ગરીબ માનો પુત્ર છું અને પછાત જાતીમાં પેદા થયો છું. ઇતિહાસ સાક્ષી છે કે જેમણે પણ તમારી આંખોમાં આંખો નાખવાનો પ્રયાસ કર્યો તેમના તમે શું હાલ કર્યા છે. ચરસિંહ, મોરારજી દેસાઇ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ,શરદ પવાર અને પ્રણવ મુખર્જીએ પણ આ પ્રયાસ કર્યો હતો. તે બધાની સાથે તમે શું તેના સાક્ષી છે લોકો. આ બધાની સામે એક જ પરિવારનો ઇથિહાસ દેશમાં બધા જ જાણે છે. અમે તો કામદાર છીએ ભાઇ નામદારની આંખોમાં આંખ કઇ રીતે પરોવી શકીએ