નવી દિલ્હી: INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. તે પહેલા સુપ્રીમ કોર્ટના જજ એનવી રમન્નાએ કહ્યું કે, સીજેઆઇ નક્કી કરશે કે સુનાવણી ક્યારે થશે. લંચ બ્રેક બાદ સીજેઆઇએ જસ્ટિસ રમન્નાની કોર્ટમાં મેન્શનિંગની પરવાનગી આપી. તે પહેલા ED અને CBIએ સુપ્રીમ કોર્ટમાં કૈવિએટ અરજી દાખલ કરી કહ્યું કે, અમારો પક્ષ સાંભળ્યા વગર કોર્ટ કોઇ એકતરફી નિર્ણય ના આપે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ


તમને જણાવી દઇએ કે, દિલ્હી હાઇકોર્ટે મંગળવારે અગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ વચ્ચે ગત રાત્રીએ સીબીઆઇ અને ઈડીના અધિકારીઓની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. સીબીઆઇએ રાત્રે 11 વાગ્યે તેમના ઘર પર નોટિસ ચોંટાડી અને બે કલાકમાં હાજર થવા આદેશ કર્યો. બુધવાર સવારેથી અત્યાર સુધી બે વાર સીબીઆઇની ટીમ ચિદમ્બરમના ઘરે ગઇ છે.


આ પણ વાંચો:- ચિદમ્બરમના સપોર્ટમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી, ‘અમે તેમની સાથે ઉભા છીએ, પરિણામ ગમે તે આવે’


પી. ચિદમ્બરમ મામલે અપડેટ્સ:-


  • હેવ ફરી અરજીને લિસ્ટ કરવાના આદેશ માટે ચિદમ્બરમના વકીલ ચિફ જસ્ટિસ પાસે જઇ શકે છે.

  • જસ્ટિસ રમન્નાએ ફરી સુનાવણીથી ઇનકાર કર્યો. કહ્યું- જ્યાં સુધી મામલો લિસ્ટ નથી થઇ જતો ત્યાં સુધી સુનાવણી નહીં થયા. જો કે, રજિસ્ટ્રારે પણ કોર્ટને જણાવ્યું કે, અરજીમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. પરંતુ હજી લિસ્ટ થશે નહીં. જસ્ટિસ રમન્નાની સમક્ષ કપિલ સિબ્બલે કહ્યું કે, હજી સુધી લિસ્ટ થયું નથી. જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, રજિસ્ટ્રારે જણાવ્યું હજુ તમારી અરજીમાં ડિફેક્ટ ક્લિયર થયા નથી. જેમાં અમે કંઇક કરી શકતા નથી. સિબ્બલે કહ્યું કે, ડિફેક્ટ સામાન્ય છે.

  • કપિલ સિબ્બલે જસ્ટિસ રમન્નાની બેન્ચથી કહ્યું કે, તેમની પાસે કોઇ બીજો વિકલ્પ નથી. એટલા માટે બીજીવાર મેન્શનિંગ માટે આવ્યા છીએ. જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, તમારી અરજી ડિફેક્ટમાં છે સુધારા પછી જ સુનાવણી સંભવ છે.

  • કપિલ સિબ્બલ અને તેમના વકીલોની ટીમ જસ્ટિસ રમન્નાની કોર્ટમાં ફરી ચિદમ્બરમના મામલે મેન્શન કરવા પહોંચ્યા. CJIએ જસ્ટિસ રમન્નાની કોર્ટમાં મેન્શનિંગની પરવાનગી આપી.

  • પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી હાલ રાહત મળવી મુશ્કેલ છે. ચિદમ્બરમની અરજી ડિફેક્ટમાં જતી રહી છે એટલે કે, તેમાં સુધારાની જરૂરીયાત છે. એવામાં સુપ્રીમ કોર્ટ અરજીમાં સુધારા કરવા માટે કહી શકે છે. હાલમાં જ આર્ટિકલ 370ની અરજી પર વકીલ અને અરજી કર્તાઓને અરજીમાં સુધારા કરવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. વર્તમાન સમયમાં ચિદમ્બરમની અરજીમાં ખામી છે જે રજિસ્ટ્રારીમાં જોવા મળી છે.

  • ચિદમ્બરમ મામલે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી કહ્યું કે, અમારો પક્ષ સાંભળ્યા વગર કોર્ટ કોઇ એકતરફી નિર્ણય ના આપે. સુત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ મામલે ફાઇલ લંચ બ્રેક દરમિયાન ચિફ જસ્ટિસની સામે રાખવામાં આવશે. જો તેઓ આદેશ આપે છે કે, આજે જ સુનાવણી થઇ શકે છે. ચિફ જસ્ટિસ તે નક્કી કરશે કે આ મામલે કઇ બેન્ચને આપશે.

  • પી ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ કોર્ટની સામે મેન્શનિંગ કરી રહ્યાં છે. સિબ્બલે કહ્યું કે, હાઇકોર્ટે અપીલનો પણ સમય આપ્યો નથી. ધરપકડથી હાલ રાહત મળે. ચિદમ્બરમે કહ્યું કે, તેઓ રાજ્યસભાના સભ્ય છે. તેમના ભાગવાની કોઇ આશંકા નથી. તેમની કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની કોઇ જરૂરિયાત નથી. તેમને ન્યાયના હિતમાં વચગાળાના અંતર્ગત રક્ષણ આપવું જોઈએ, હાલમાં કોર્ટે ધરપકડ પર રોક લગાવી નથી.

  • ચિફ જસ્ટિસની કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી થઇ રહી છે. એટલા માટે ચિદમ્બરમના વકિલ કપિલ સિબ્બલે કોર્ટ નંબર ત્રણમાં જસ્ટિસ રમન્નાની ત્રણ જજોની બેન્ચ સામે કેસને રજૂ કરતા આગ્રહ કર્યો કે તેમની અપીલ જલ્દી સાંભળવામાં આવે. સોલિસિટર જનરલે વિરોધ કરતા કહ્યું કે આ મામલો ગંભીર છે. કપિલ સિબ્બલે કહ્યું કે અમને ધરપકડનો ભય છે. અમારી અરજી સાંભળવામાં આવે. જસ્ટિસ રમન્નાએ કહ્યું- ચિફ જસ્ટિસ નક્કી કરશે ક્યારે અને કોણ સુનાવણી કરશે.

  • હવે ચીફ જસ્ટિસ નિર્ણય કરશે કે ચિદમ્બરમની આગોતરા જામીન અરજીની સુનાવણી ટૂંક સમયમાં થવી જોઇએ કે નહીં.

  • સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એનવી રમન્નાએ પી ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને મોકલી છે.

  • સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે ચિદમ્બરમે મુખ્ય ન્યાયાધીશ પાસે જવું જોઈએ. એટલે કે સીબીઆઈ અથવા ઇડી હવે ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે.

  • સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

  • સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમમાં વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, વિવેક તનખા હાજર છે.

  • ચિદમ્બરમના વકીલો દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં વિશેષ રજા અરજી (એસએલપી) દાખલ કરવામાં આવી છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ આ એસએલપીને વચગાળાની રાહત માટે દાખલ કરવામાં આવી છે.

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે ચિદમ્બરમ નીરવ મોદી, મેહુલ ચોક્સીની કેટેગરીમાં જોડાયા છે.

  • સીબીઆઈની ટીમ ચોથી વખત ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. પરંતુ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ચિદમ્બરમનો સંપર્ક થઈ શક્યો નથી.

  • આ અગાઉ, ચિદમ્બરમના વકીલ અરશદીપસિંહ ખુરાનાએ કહ્યું હતું કે, ‘મારા ક્લાયન્ટ (ચિદમ્બરમ) તેમના કાનૂની અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આગોતરા જામીન ફગાવી દેવા અને તાત્કાલિક રાહતની માંગ પર તેમણે 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.’

  • તેમના અન્ય ટ્વિટમાં પ્રિયંકાએ વધુમાં લખ્યું, ‘....પરંતુ કાયર લોકો માટે સત્ય અસુવિધાજનક છે, તેથી તેમને નિર્લજ્જ તરીકે શિકાર બનાવવામાં આવી રહ્યા છે. અમે તેની સાથે ઊભા છીએ અને સત્ય માટે લડતા રહીશું ભલે પણ પરિણામ ગમે તે આવે.'

  • પ્રિયંકા ગાંધી વાડ્રા ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું, ‘અત્યંત યોગ્ય અને શિક્ષિત રાજ્યસભા સભ્ય પી. ચિદમ્બરમ, જેમણે ઇમાનદારી અને નિષ્ઠાની સાથે દેશના નાણા મંત્રી અને ગૃહ મંત્રી તરીકે તેમની સેવાઓ આપી. જેઓ સત્તા વિરુદ્ધ બોલતા રહ્યા અને સરકારની નિષ્ફળતાઓના ખુલાસા કરતા રહ્યાં...’

  • સીબીઆઈની ટીમે હવે ચિદમ્બરમના ઘરથી નીકળી ગઇ છે.

  • સીબીઆઈની ટીમ બુધવારે સવારે ફરી એકવાર પી ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. પરંતુ ચિદમ્બરમ મળી શક્યા નહીં. તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે.


 


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...