નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશેહા પર્વ પ્રસંગે દિલ્હીના દ્વારકાના સેક્ટર-10માં આયોજિત રામલીલામાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે અહીં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી મેટ્રો માર્ગે દ્વારકા પહોંચ્યા હતા. આ પ્રથમ ઘટના છે જ્યારે વડાપ્રધાન મોદી દ્વારકાના સેક્ટર-10માં દશેરા ઉજવવા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીર છોડીને રાવણના પૂતળાનું દહન કર્યું હતું. આ પહેલા તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે, ભારત ઉત્સવોની ધરતી છે અને ઉત્સવો આપણાં જીવનનો પ્રાણ છે. સાથે જ તેમણે દેશવાસીઓને વિજયાદશમી પ્રસંગે એક સંકલ્પ લેવા પણ આહ્વાન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. 


આ પ્રસંગે વડાપ્રધાને ટૂકું સંબોધન કર્યું હતું. 
- દશેરા પર્વની તમને સૌને અનેક અનેક શુભકામનાઓ.
- ભારત ઉત્સવોની ભુમિ છે. વર્ષના 365 દિવસમાં અનેક દિવસોમાં ઉત્સવ આવતા રહે છે. ઉત્સવો આપણને જોડે છે અને આપણને દિશા પણ દેખાડે છે. 
- ઉત્સવો આપણા અંદર ઉમંગ ભરે છે, નવા સ્વપનો જોવાનું સામર્થ્ય આપે છે. 
- ઉત્સવો આપણને શિક્ષણ આપે છે અને આપણને જીવન માટેની નવી દિશા આપે છે. 
- ઉત્સવો આપણા સામાજિક જીવનનો એક ભાગ છે અને ઉત્સવો લોકોના ભાવોની ઉત્તમ માધ્યમ બનતાં રહ્યા છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....