જોધપુર/નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જોધપુરમાં પરાક્રમ પર્વ પ્રદર્શનનું ઉદ્ધાટન  કર્યું. શુક્રવારે સવારે પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ એરફોર્સ સ્ટેશન પહોંચ્યાં. ત્યાં તેમણે વિઝિટર બુકમાં હસ્તાક્ષર કર્યાં. પીએમ મોદીએ કોણાર્ક યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાને ત્યારબાદ પરાક્રમ પર્વ પ્રદર્શનમાં રાખેલા સૈન્ય ઉપકરણોને પણ જોયા.  અત્રે જણાવવાનું કે આજથી દેશભરમાં 30 સપ્ટેમ્બર સુધી પરાક્રમ પર્વની ઉજવણી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પીએમ મોદીએ કોણાર્ક કોણમાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણેય સેનાના વડા પણ તેમની સાથે હાજર છે. જોધપુરમાં આયોજિત થનારા આ પ્રદર્શનમાં સેનાની બહાદુરી અને દેશ નિર્માણમાં તેમનું યોગદાન પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદી અહીં સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેશે. અત્રે જણાવવાનું કે 28-29 સપ્ટેમ્બર 2016ની મધરાતે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી. જેમાં આતંકીઓને ખુબ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 



પીએમ મોદીનો આ કાર્યક્રમ શુક્રવાર સવારે જોધપુર મિલેટ્રી સ્ટેશનમાં સવારે 9 વાગ્યાથી થશે. તેઓ અહીં પરાક્રમ પર્વ પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ પીએમ મોદી જોધપુર એરફોર્સ સ્ટેશન જશે. ત્યાં તેઓ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં સામેલ થશે. આ કોન્ફરન્સમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સેના પ્રમુખ, નેવી અને વાયુસેનાની સાથે સાથે વરિષ્ઠ કક્ષાના રક્ષા અધિકારીઓ પણ હશે. 


ત્રીજીવાર એવું બન્યું છે કે કમાન્ડર કોન્ફરન્સ દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી છે. છેલ્લે તે 2015માં દિલ્હીમાં યોજાઈ હતી. 2016માં આ કોન્ફરન્સ ભારતીય નેવીના જહાજ આઈએએનએસ વિક્રમાદિત્ય પર આયોજિત કરાઈ હતી. જ્યારે 2017માં દહેરાદૂન સ્થિત ઈન્ડિયન મિલેટ્રી એકેડેમીમાં આયોજિત કરાઈ હતી.