લાલ કિલા પરથી PM મોદીએ આપ્યું 82 મિનિટનું ભાષણ, કહ્યું- દેશ નવી ઉંચાઇઓને આંબી રહ્યો છે
72મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના ભાષણમાં મોટી યોજનાઓની જાહેરાતો કરી શકે છે
નવી દિલ્હી: 72મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેંદ્ર મોદી લાલકિલાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરવા માટે પહોંચી ચૂક્યા છે. ત પહેલાં પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન તરીકે નરેંદ્ર મોદી પાંચમીવાર લાલ કિલા પરથી દેશને સંબોધિત કરવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 72મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના ભાષણમાં મોટી યોજનાઓની જાહેરાતો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આજના સંબોધનમાં વડાપ્રધાન આયુષ્માન ભારતની જાહેરાત કરી શકે છે.
દિલ્હી છાવણીમાં ફેરવાઇ
સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીમાં સુરક્ષાની અભેદ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને હાલ છાવણીમાં ફેરવવામાં આવી છે. ધરતી હોય કે આકાશ ઠેર ઠેર આકરી નજર રાખવામાં આવી રહીએ છે. પોલીસે લાલ કિલાની આસપાસના વિસ્તારોમાં સ્વતંત્રતા સમારોહની સમાપ્તિ સુધી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લાલકિલા પર સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મી
દિલ્હીની રખેવાળીમાં લગભગ 70 હજાર પોલીસકર્મી ગોઠવવામાં આવ્યા ચે. 10 હજાર પોલીસકર્મી લાલકિલા પર સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કર્મીઓને વિશેષ રીતે આકાશ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આ સુનિશ્વિત થઇ શકે કે લાલકિલાની આસપાસના વિસ્તારોમાં કોઇ પતંગ જોવા ન મળે. ગત વર્ષે વડાપ્રધાન જ્યારે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક કાળો પતંગ મંચની સામે આવીને પડ્યો હતો.
4 વર્ષમાં લાલ કિલ્લા પરથી આ યોજનાઓનું કરી જાહેરાત
મોદીએ આ પહેલાં ચાર વખત પોતાના ભાષણમાં કોઇને કોઇ મોટી યોજનાની જાહેરાત કરી હતી. તે પોતાના ભાષણમાં સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટ અપ ઇન્ડીયા-સ્ટેન્ડ અપ ઇન્ડીયા, વન રેંક વન પેંશન, ગામડાઓમાં વિજળી અને ગરીબોને મફત સિલેંડર જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
07.30 AM: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલા પર તિરંગો ફરકાવ્યો. લાલ કિલા પર તોપોની સલામી અને રાષ્ટ્રગાનની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
07.20 AM: લાલ કિલા પર વડાપ્રધાન નરેંદ્ર મોડીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
07.15 AM: વડાપ્રધાન નરેંદ્ર મોદી લાલ કિલા પહોંચ્યા, રક્ષામંત્રી નિર્મલા સીતારમણે સ્વાગત કર્યું.
વડાપ્રધાન નરેંદ્ર મોદીનું ભાષણ
લાલ કિલાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે દેશ આજે નવી ઉંચાઇઓને પાર કરી રહ્યો છે. આજનો સૂર્યોદય નવો ઉત્સાહ લઇને આવ્યો છે. આપણા દેશમાં 12 વર્ષમાં એકવાર નીલકુરિંજનું પુષ્પ ઉગાડે છે, આ વર્ષથી પુષ્પ તિરંગાના અશોક ચક્રની માફક ખિલી રહ્યો છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે આજે દેશના ઘણા રાજ્યોની પુત્રીઓએ સાત સમુંદરને પાર કર્યો અને બધાને તિરંગાથી રંગી દીધા. તેમણે કહ્યું કે આજે આપણે આઝાદીનો પર્વ તે સમયે ઉજવી રહ્યા છીએ, જ્યારે આદીવાસી બાળકોએ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આજનો સૂર્યોદય નવી ચેતના આપી રહ્યો છે. દેશ આજે આત્મવિશ્વાસથી ભરેલો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ મોનસૂન સત્ર પુરૂ થયું. આ સત્રમાં સમાજની રક્ષા કરવા માટે સંસદને વધુ બળવાન બનાવ્યું. આઝાદીના વીરોને સલામ કરું છું. તિરંગાની શાન માટે સેનાના જવાનો પોતાનો જીવ આપી દે છે. સેના, અર્ધસૈનિક બળો અને સુરક્ષા બળોને તેના ત્યાગ માટે શત-શત નમન. આંબેડકરના નેતૃત્વમાં દેશમાં આઝાદી બાદ સમાવેશી સંવિધાન બનાવવામાં આવ્યું.
પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે બૈશાખીના તહેવાર પર જલિયાવાલા બાગ કાંડને 100 વર્ષ પુરા થશે. હું તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે ત્યારે પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે દક્ષિણના કવિ સુબ્રામણિયમ ભારતીની કેટલીક પંક્તિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત દુનિયાને નવો માર્ગ બતાવશે. પીએમે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે દુનિયામાં સાખ અને ધાક હોય.2014માં દેશના સવા સો કરોડ નાગરિક સરકાર બનાવીને અટક્યા ન હતા, તે દેશ બનાવવા માટ એકઠા થયા હતા અને એકઠા રહેશે. દેશના 125 કરોડ નાગરિક એક સંકલ્પ માટે આગળ વધે તો શું ન થઇ શકે. PM એ કહ્યું કે આપણે જોવાનું રહેશે કે આપણે ક્યાંથી ચાલ્યા હતા અને ક્યાં પહોંચી ગયા છીએ. જો આપણે 2013ને તેનો આધાર માનીએ અને જો 2014 પછી દેશની ગતિ જોશો તો તમને આશ્વર્ય થશે. પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે દેશના ગરીબો અને વંચિતોને ન્યાય અપાવનાર સંવિધાનની રચના કરી.
વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં શૌચાલય બનાવ્યા, ગામમાં વિજળી પહોંચાડી, ગરીબોને એલપીજી ગેસ કનેક્શન આપ્યા, ઓપ્ટિકલ ફાઇબર પાથરવાની ગતિ સૌથી ઝડપી બની છે. જો 2013ની ગતિથી ચાલતા તો આમ કરવામાં મુશ્કેલીઓ આવી શકતી હતી. વડાપ્રધાને કહ્યું કે દેશ, વ્યવસ્થા, અધિકારી, લોકો બધા એ જ છે પરંતુ દેશ આજે પરિવર્તન અનુભવી રહ્યો છે. આજે દેશમાં બમણી ગતિ સાથે હાઇવે બની રહ્યા છે તો ચારગણી ગતિથી ગામમાં ઘર બની રહ્યા છે.
લાલકિલા પરથી દેશને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે આજે અમે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે કોમન સાઇન ડિક્શનરી પર કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે આજે સેનામાં એટલો દમ છે કે તે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. તેમણે આગળ કહ્યું કે અમે મોટા લક્ષ્યોને લઇને આગળ ચાલી રહ્યા છીએ.
વડાપ્રધાને પોતાના ભાષણમાં ખેડૂતોને વધેલા એમએસપી મળવાનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે અમે જૂની માંગને પુરી કરી. જીએસટી લાગૂ કરવામાં આવ્યું છે. શરૂમાં થોડી મુશ્કેલીઓ આવ્યા બાદ પણ નાના વેપારીઓએ તેને સારી રીતે સ્વિકાર કર્યો. તેમણે કહ્યું કે અમારી સરકારે બેનામી સંપત્તિને જપ્ત કરવી, OROP જેવા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે.
તેમણે કહ્યું જે આજે જૂની દુનિયા ભારતને આશાની નજરોથી જોઇ રહી છે, પરંતુ 2014થી પહેલાં ભારતને સારી નજરે જોવામાં આવતો ન હતો. આજે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં સારી રેકિંગ પર પહોંચ્યો છે. દરેક આજે ભારતની રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ નીતિની પ્રશંસા કરી રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાના વિશે આજે દુનિયા કહી રહી છે કે સૂતેલો હાથી હવે જાગી ચૂક્યો છે અને દોડવા માટે તૈયાર છે. આપણને જે સંસ્થાઓમાં ક્યારેય સ્થાન મળતું ન હતું, આજે આપણે તેના મહત્વપૂર્ણ સભ્ય છીએ. ભારત હવે અરબો ડોલરના રોકાણનું કેંદ્ર બની ગયો છે.
તેમણે કહ્યું કે આજે દેશમાં નોર્થ ઇસ્ટથી હંમેશા સારા સમાચારો આવી રહ્યા છે, પહેલાં એવા સમાચારો આવતા હતા જે કોઇ વાંચવા માંગતું ન હતું. પહેલાં દેશમાં ફક્ત મોટા શહેરોની ચર્ચા થતી હતી, પરંતુ હવે નાના શહેરો અને ગામડાઓ પણ મહત્વપૂર્ણ રોલ ભજવી રહ્યા છે. પીએમે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 13 કરોડ મુદ્વા લોન આપવામાં આવી છે, જેમાં 4 કરોડ તે લોકો છે જેમણે જીંદગીમાં પહેલીવાર કોઇ લોન લીધી છે. તેમણે કહ્યું કે દેશમાં ઇંફ્રાસ્ટ્રક્ચરની ગતિ વધી છે.
પીએમ મોદીએ લાલ કિલા પરથી કહ્યું કે 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, ત્યારે અથવા તે પહેલાં દેશનો કોઇપણ પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં હાથમાં તિરંગો લઇને જશે. ભલે ચંદ્વ હોય કે મંગળ અમે દરેક માનવસહિત ગગનયાન લઇને જઇશું. આ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડીયા હશે. તેમણે કહ્યું કે અમે માણખ નહી પથ્થર પર લીટી તાણીએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે સ્વચ્છતા અભિયાનના લીધે લગભગ 3 લાખ બાળકોનો જીવ બચ્યો છે. પહેલાં સ્વચ્છતા અભિયાનનું ઉડાવવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકારે વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, આ આયુષ્માન ભારતની યોજના હેઠળ 10 કરોડ પરિવારને લાભ મળશે. લગભગ 50 કરોડ નાગરિકોને 5 લાખ રૂપિયાની વાર્ષિક હેલ્થકેર સુનિધાની યોજના છે, 25 સપ્ટેમ્બર એટલે કે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતિથી યોજના આખા દેશમાં લાગૂ થશે. આ જનસંખ્યા અમેરિકા, કેનેડા અને મેક્સિકોથી પણ વધુ છે.
વડાપ્રધાને કહ્યું કે પહેલા સરકાર તરથી પૈસા જતા હતા, પરંતુ જનતા સુધી પહોંચતા ન હતા. લગભગ 6 કરોડ લોકો એવા હતા, જે ક્યારેય પેદા ન થયા અને તેમના નામે સરકારી પૈસા જઇ રહ્યા છે. આ ભ્રષ્ટાચારને અમારી સરકારે અટકાવ્યો છે. તેનાથી 90 હજાર કરોડ રૂપિયા સરકારના બચ્યા છે. આ બધા પૈસા વચોટિયા ખાઇ જતા હતા.
વડાપ્રધાને કહ્યું કે 2013 સુધી ડાયરેક્ટ ટેક્સ ચૂકવનારની સંખ્યા ફક્ત ચાર કરોડ હતી, પરંતુ હવે આ સંખ્યા પોણા સાત કરોડ થઇ ગઇ છે. હું ટેક્સદાતાઓને વિશ્વાસ અપાવું છું કે તમારા ટેક્સના પૈસાથી ગરીબોને ફાયદો પહોંચી રહ્યો છે. લગભગ 3 ગરીબ પરિવાર દર એક ટેક્સદાતાના ટેક્સથી ભોજન કરે છે.
વડાપ્રધાને જાહેરાત કરી કે શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓને સ્થાઇ રૂપે એંટ્રી મળશે. પહેલાં આ લાભ ફક્ત પુરૂષોને જ મળતો હતો. દેશમાં આજે પણ મહિલા શક્તિઓને પડકાર આપનાર રાક્ષસી પ્રવૃતિની માનસિકતાવાળા લોકો ખોટું કામ કરી રહ્યા છે. બળાત્કાર ખૂબ પીડાદાયક છે. સમાજને તેનાથી મુક્ત કરાવવો પડશે, ગત ગર્ષે મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપીને પાંચ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી.
વડાપ્રધાને કહ્યું કે ત્રણ તલાકની કુરીતિઓએ આપણા દેશની મુસ્લિમ બહેનોને ખૂબ પરેશાન કરી છે. અમે આ સત્રમાં તેને લઇને સંસદમાં બિલ લાવવાનું કામ કર્યું પરંતુ કેટલાક લોકો હજુ તેને પાસ થવા દેતા નથી. તેમણે કહ્યું કે આજે દેશમાં નક્સલીઓની મુશ્કેલી વધી છે, જે નક્સલી પહેલાં 125 જિલ્લામાં ફેલાયેલા હતા હવે તે ખૂબ ઓછા રહ્યા છે.
જમ્મૂ-કાશ્મીર પર વડાપ્રધાને કહ્યું કે અમે અટલે બિહારી વાજપેયીની નીતિ પર જ આગળ વધવા માંગીએ છીએ, અમે ઝમ્હૂરિયત, કશ્મીરિયત અને ઇંસાનિયતને જ આગળ વધારવા માંગીએ છીએ. કાશ્મીરમાં અમે ગોળી-ગાળથી આગળ વધવા માંગતા નથી પરંતુ ગળે મળીને આગળ વધવા માંગીએ છીએ. સમગ્ર જમ્મૂ-કાશ્મીરમાં યોગ્ય અને સમાન વિકાસ કરવા માંગીએ છીએ. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકાર આજે પણ સબકા સાથ-સબકા વિકાસની નીતિ પર આગળ વધવા માંગે છે.
તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે હાઉસિંગ ફોર ઓલ, પાવર ફોલ ઓલ, સેનિટેશન, વોટર, કુકિંગ, ઇંશ્યોરેંસ અને કનેક્ટિવિટીનું સપનું પુરૂ કર્યું છે.
વડાપ્રધાને કહ્યું કે હું સ્વિકારું છું કે હું ઉત્સુક છું કે ઘણા દેશ આપણા કરતાં આગળ નીકળી ગયા છે. હું આપણા દેશને તે દેશોથી આગળ લઇ જવા માંગુ છું. હું બેચેન, વ્યાકુળ, અધીર છું. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 8.44 વાગે પોતાનું ભાષણ પુરૂ કર્યું. નરેંદ્ર મોદીનું આ ભાષણ 82 મિનિટનું હતું.