કોલકાત્તા :પશ્ચિમ બંગાળની બે દિવસીય મુસાફરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે સાંજે કોલકાત્તા (kolkata) પહોંચ્યા. આ વચ્ચે રાજભવનમાં વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) ને મળ્યા હતા, અને ત્યાર બાદ શહેરની ઓલ્ડ કરન્સી બિલ્ડીંગમાં એક મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન આયોજિત એક સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશના ઈતિહાસમાં અનેક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. ઈતિહાસને સત્તા, હિંસા અને ઉત્તરાધિકારીની લડાઈ સુધી સીમિત કરી દેવામાં આવ્યું.


PM મોદીને મળ્યા બાદ તરત રાજભવન બહાર ધરણા પર બેસી ગયા મમતા બેનરજી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આજથી ભારતની સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને સંભાળવા માટે ફરીથી નવુ કરવા અને સંરક્ષિત કરવા માટે કોલકાત્તાથી એક રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ભારતના હેરિટેજને 21મી સદીના અનુસાર સંરક્ષિત કરવા અને તેને રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવાનું આજે રાષ્ટ્રવાદી અભિયાન પશ્ચિમ બંગાળની માટીથી શરૂ થઈ રહ્યું છે. 


પાક્કી દુશ્મનાવટ નિભાવી મમતાએ, PMને એરપોર્ટ પર રિસીવ કરવા ન પહોંચ્યા


પીએમ મોદીના ભાષણની ખાસ વાતો...


  • કોલકાત્તા ભારતના સર્વોચ્ચ સાંસ્કૃતિક કેન્દ્રોમાંથી એક રહ્યું છે. તમારી ભાવનાઓ અનુસાર હવે કોલકાત્તાની સમૃદ્ધ ઓળખને નવા રંગ રૂપમાં દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યાં છે. અહીંની 4 આઈકોનિક ઈમારતોનું નવીનીકરણનું કામ પૂરુ થઈ ચૂક્યું છે. 

  • આઝાદીના બાદના દાયકામા જે થયું, નેતાજી સાથે જોડાયેલી જે ભાવનાઓ દેશના મનમાં હતી, તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. નેતાજીના નામ પર લાલ કિલ્લામાં મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું. આંડામાન નિકોબાર ટાપુ ગ્રૂપમાં એક ટાપુનું નામકરણ નેતાજીના નામ પર કરવામા આવ્યું.

  • હવે આઝાદ હિન્દ સરકારના 75 વર્ષ પૂરા થયા તો લાલ કિલ્લામાં ધ્વજારોહણનું સૌભાગ્ય મને કરવા મળ્યું. નેતાજી સાથે જોડાયેલી ફાઈલને સાર્વજનિક કરવામાં માંગ વર્ષોથી થઈ રહી હતી, જે હવે પૂરી થઈ છે. 

  • આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, અંગ્રેજી શાસન દરમિયાન અને સ્વતંત્રતા બાદ પણ દેશનો જે ઈતિહાસ લખવામાં આવ્યો, તેમાં ઈતિહાસના કેટલાક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા.

  • ગુરુદેવ ટાગોરે 1903માં પોતાના લેખમાં લખ્યું હતું કે, ભારતનો ઈતિહાસ એ નથી જે આપણે પરીક્ષાઓમાં વાંચીએ છીએ, કેટલાક લોકો બહાર આવ્યા, પિતા દીકરાની હત્યા કરતા રહ્યાં, ભાઈ-ભાઈને મારતો રહ્યો, સિંહાસન માટે સંઘર્ષ થતા રહ્યા, આ ભારતનો ઈતિહાસ નથી.

  • ગુરુદેવે પોતાના એક લેખમાં બહુ જ મહત્વપૂર્ણ ઉદાહરણ લખ્યું હતુ આંધી અને તોફાનનું. તેમણે લખ્યું હતું કે, ભલે કેટલાય તોફાન આવે, તેનાથી પણ વધુ મહત્વના હોય છે કે સંકટના સમયમાં, ત્યાંના લોકોને તે તોફાનનો સામનો કેવી રીતે કર્યો છે.

  • ભારતના ઈતિહાસની અનેક બાબતો પાછળ રહી ગઈ છે. આપણા દેશના ઈતિહાસ અને તેની વિરાસત પર દ્રષ્ટિ નાંખીએ તો કેટલાક લોકોએ સત્તાના સંઘર્ષ, હિંસા, ઉત્તરાધિકારીની લડાઈ સુધી સીમિત કરી દીધો હતો. પરંતુ જે વાત ગુરુદેવે પણ કહી હતી, તેની ચર્ચા પણ જરૂરી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....