અમેઠી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કોંગ્રેસના ગઢ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા. અમેઠીના સમ્રાટ મેદાનથી વડાપ્રધાન મોદીએ અનેક મોટી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. તેઓ આ દરમિયાન અમેઠી 538 કરોડ રૂપિયાની ગીફ્ટ આપશે. વડાપ્રધાન મોદીએ અમેઠી રેલી સંબોધિત કરી હતી. તેમની સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાની પણ હાજર છે. અગઆઉ વડાપ્રધાન મોદીએ પટના ગાંધી મેદાનમાં પણ રેલી સંબોધિત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંચ પરથી લોકોને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાનીએ કહ્યું કે, અમેઠીનાં સાંસદ 5 વર્ષ સુધી અહીંના વિકાસ પર સંસદમાં કોઇ જ વાત નથી કરી. અમેઠી સાંસદે અમેઠીમાં કંઇ જ નથી કર્યું પરંતુ વડાપ્રધાન અપશબ્દ કહ્યા. ઇરાનીએ કહ્યું કે, અમેઠીનું દુર્ભાગ્ય છે કે અહીંથી એક એવા સાંસદ છે જેમનાં ઘરમાં 15 વર્ષથી ઘીનાં દિવા પ્રજવળે છે. જો કે અમેઠીના બાળક જાણે છે કે ગર્મી આવે તો ઘરનાં ઘરમાં આગ તબાહ થઇ જાય છે. તેમણે કહ્યું કે, એવા લોકોને અહીંથી ભાજપ કાર્યકર્તાઓ મદદ કરવા માટે પહોંચે છે. 

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમેઠીના સાંસદે અહીંની ચિંતા નથી. અમારી સરકાર સંરક્ષણ ક્ષેત્રે મહત્વનાં સામાનોનું ઉત્પાદન અમેઠીમાં થશે. અમેઠીનું સ્થાન ખુબ જ મહત્વપુર્ણ રહેશે. સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના પ્રયાસોથી અત્યાર સુધી એકે 203 કોરવા આયુધ કારખાનામાં બનશે. ક્લાશનિકોવ રાઇફલોની અંતિમ શ્રૃખલાનું ઉત્પાદન અમેઠીમાં થશે. 

આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાન મોદીની નવી રીતિ અને નવી નીતિના ભારતની સામે પાકિસ્તાન પણ ઝુકી ગયું છે. કુંભમાં શ્રદ્ધાળુઓને અક્ષયવટનાં દર્શન કરાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા ખોલાવ્યા. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓનાં પગ ઘોઇને સન્માન આપ્યું.