નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે. ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચોથા નંબર પર નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા નીતિન ગડકરીએ શપથ લીધા. નીતિન ગડકરી બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા સદાનંદ ગૌડાએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. ગત મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજ આ વખતે મંત્રીમંડળની હરોળમાં ન બેસતા મહેમાનગણમાં જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 PM મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સામેલ, મળી શકે છે નાણા મંત્રાલય


શપથ ગ્રહણ: મહેમાનો માટે ખાસ પકવાન 'દાળ રાયસીના', બનતા લાગે 48 કલાક!


અમિત શાહને કયું મંત્રાલય ફાળવવામાં આવશે
અમિત શાહને કયું મંત્રાલય ફાળવવામાં આવશે તે અંગેની અટકળો ખુબ છે. કહેવાય છે કે તેમને ગૃહ મંત્રાલય કે નાણા મંત્રાલયની જવાબદારી સોંપાઈ શકે છે. અરુણ જેટલીએ ના પાડી દીધા બાદ હવે નાણા મંત્રાલય  કોણ સંભાળશે તે મોટો સવાલ છે. જો અમિત શાહ ગૃહ મંત્રી બને તો રાજનાથ સિંહની જવાબદારી બદલાઈ શકે છે. 


રાષ્ટ્રપતિ ભવનમાં 6000થી વધુ મહેમાનો આમંત્રિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશ દુનિયામાંથી લગભગ 6000થી વધુ મહેમાનો ભાગ લઈ રહ્યાં છે. જેમાં બિમ્સટેક દેશોના 4 રાષ્ટ્રપતિ અને 3 દેશોના વડાપ્રધાન પણ ભારત પહોંચ્યા છે. રાજકીય હસ્તીઓ ઉપરાંત ખેલ જગત અને મનોરંજન જગતની હસ્તીઓ પણ પહોંચી રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...