પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે. સુત્રો અનુસાર ભાજપે તેમનાં નામ પર મહોર મારી દીધી છે. તેઓ આજે બપોરે ત્રણ વાગ્યા બાદ મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરી શકે છે. આ અગાઉ ગોવા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ગોવાના આગામી મુખ્યમંત્રી મુદ્દે અપરાહ્ય 2 વાગ્યા સુધીમાં નિર્ણય લઇ લેવાશે. ત્રણ વાગ્યા બાદ શપથગ્રહણ સમારોહ થશે. 
પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ગંગા યાત્રાની શરૂઆત કરવા સ્ટીમર બોટ પર પહોંચ્યા

રાજ્યપાલે કોંગ્રેસ નેતાઓને મળવાનો સમય ન આપ્યો
બીજી તરફ પણજીમાં સોમવારે સવારે કોંગ્રેસ ધારાસભ્યોના દળની મીટિંગ યોજાઇ હતી. ત્યાર બાદ કોંગ્રેસનાં 14 ધારાસભ્યો રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ રાજ્યપાલને તેમની મુલાકાતનો સમય નથી આપ્યો. આ અંગે વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કાવલેકરે કહ્યું કે, રાજ્યપાલે પાર્ટીના ધારાસભ્યોને મળવાનો સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ ધારાસભ્યોએ બોલાવ્યા વગર જ રાજ ભવન જવાનો નિર્ણય કર્યો છે.