માલે : નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પદ પર ચૂંટાયા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ મોદીનું પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. તેમના સન્માનમાં માલદીવની મહિલાએ પારંપારિક નૃત્ય રજુ કર્યું. માલદીવની રાજધાની માલદીવમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ પણ હાજર રહ્યા. ગાર્ડ ઓફ ઓનર દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર બાદ વડાપ્રધાને માલદીવના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત યોજી. માલદીવના રાષ્ટ્રપતિ સોલિહએ તેમને પોતાનાં નેતાઓનો પરિચય કરાવ્યો હતો. 

વડાપ્રધાનને માલદીવનાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ તેઓ ત્યાંની સંસદને પણ સંબોધિત કરશે. બાદથી વડાપ્રધાન મોદી અત્યાર સુધી કુલ 10 દેશોની સંસદને સંબોધિત કરી ચુક્યા છે. તેમાં મોરેશિયલ અને નેપાળ જેવા દેશોનો સમાવેશ થાય છે. 


વડાપ્રધાન મોદીને દેશનાં સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે
વડાપ્રધાન મોદીને માલદીવની યાત્રા દરમિયાન દેશનાં સર્વોચ્ચ સન્માન રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીનથી સન્માનિત કરવામાં આવશે. માલદીવનાં વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે શનિવારે આ અંગે જાહેરાત કરી. લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ મોદી ફરી એકવાર વડાપ્રધાન બન્યા છે અને તેઓ સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર દ્વિપક્ષીય મુલાકાતે શનિવારે માલદિવ પહોંચશે.

માલદીવનાં વિદેશ મંત્રી શાાહિદે ટ્વીટર પર કહ્યું કે, ધ મોસ્ટ ઓનરેબલ ઓર્ડર ઓફ ધ ડિસ્ટીગુઇશ્ડ રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન માલદીવનો સર્વોચ્ચ સન્માન છે જે વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. શાહિદે ટ્વીટમાં નમસ્કાર અને સ્વાગત શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો.