LIVE : બિલાસપુરમાં મોદીએ કહ્યું, `છત્તીસગઢે વારંવાર ભાજપને આર્શિવાદ આપ્યા`
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે છત્તીસગઢે ભાજપને વારંવાર આર્શિવાદ આપ્યા છે. છત્તીસગઢમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ ક્યારેય ઓછો થયો નથી. અહીંના કાર્યકર્તાઓમાં જોશ ક્યારેય ઓછો થયો નથી. તેમણે કહ્યું કે બંદૂક બતાવનારાઓને લોકતંત્ર જવાબ આપીને રહેશે.
નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી સોમવારે બિલાસપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમની આ રેલી બિલાસપુરની સાયન્સ કોલેજના મેદાનમાં યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે છત્તીસગઢે ભાજપને વારંવાર આર્શિવાદ આપ્યા છે. છત્તીસગઢમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ ક્યારેય ઓછો થયો નથી. અહીંના કાર્યકર્તાઓમાં જોશ ક્યારેય ઓછો થયો નથી. તેમણે કહ્યું કે બંદૂક બતાવનારાઓને લોકતંત્ર જવાબ આપીને રહેશે.
વડાપ્રધાન નરેંદ્વ મોદીએ કહ્યું કે છત્તીસગઢ દેશના ધાન્યનો કટોરો છે. છત્તીસગઢ સંત પરંપરાની ભૂમિ છે. સત્યથી સાક્ષાત્કાર કરાવનાર શ્રદ્ધેય ઘાસીદાસની ભૂમિ છે. આજે પ્રથમ ચરણનું મતદાન થઇ રહ્યું છે. તારીખ જાહેર થઇ તો લોકો શંકા કરી રહ્યા હતા કે ગરમી આવશે કે નહી, પરંતુ તેમણે બસ્તરની જનતાનો મૂડ ખબર ન હતી. મતદાન કરવું લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ હોય છે. લોકતંત્રની તાકાત આજે જવાબ આપશે. પીએમે કહ્યું કે એક અઠવાડિયા બાદ 20 નવેમ્બરના રોજ અન્ય ક્ષેત્રો મતદાન છે. આ વખતે ભારે મતદાન કરી રેકોર્ડ બનાવો. પહેલાં મતદાન પછી જલપાન. પુરૂષો અને મહિલાઓમાં સ્પર્ધા હોય. મતદાનના મામલે પુરૂષોને પાછળ છોડી દેવા જોઇએ.
ભાજપની વિચારધારા વિકાસ
પીએમ મોદીએ કહ્યું કે જાતિ-સમુદાય અને મારા-તારાના નામે વહેંચીને ચૂંટણી લડવામાં આવી. અમીર અને ગરીબની ખીણ પેદા કરી ચૂંટણી લડવામાં આવી. સારા લોકો તે પ્રવાહમાં વહી જાય છે. ભાજપે નક્કી કર્યું કે દેશને સંપૂર્ણ બનાવવો છે. વિકાસની તરફ લઇ જવો છે તો દેશને નાત-જાતના ભાગલામાંથી બહાર લાવવો પડશે. એટલા માટે અમે વિકાસની ધારા પસંદ કરી.
કોંગ્રેસ પર તાક્યું તીર
પીએમ મોદીએ બિલાસપુરમાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે વિરોધી છત્તીસગઢની દુર્દશાનો જવાબ આપે. વિરોધીઓની રાજકારણ એક જ પરિવારથી શરૂ થાય છે. તેમણે કહ્યું કે છત્તીસગઢ વિરોધીઓ પાસે રહેતું તો વિકાસ ન થયો હોત. વિરોધીઓ નારા તો આપે છે પરંતુ પુરા કરતા નથી. ભાજપે જે કહ્યું કરીને બતાવ્યું. તેમણે કહ્યું કે 4 વર્ષમાં ભાજપે લોકો માટે જેટલા ઘર બનાવ્યા, તેના માટે કોંગ્રેસને 30 વર્ષ લાગતા.
સોનિયા-રાહુલ ગાંધીને આડેહાથ લીધા
તેમણે કહ્યું કે છત્તીસગઢ જો કોંગ્રેસના હાથમાં હોત તો આજેપણ બિમારી રાજ્ય ગણવામાં આવતું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હુમલો કરતાં કહ્યું કે જે માતા-પુત્ર રૂપિયાની હેરાફેરીમાં જામીન પર ફરી રહ્યા છે, જામીન પર જિંદગી જીવી રહ્યા છે, તે આજે બીજાને ઇમાનદારીના પ્રમાણપત્ર વહેંચી રહ્યા છે.
વડાપ્રધાને આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાના પર લીધા. તેમણે કહ્યું કે તાજેતરમાં જ કોંગ્રેસે છત્તીસગઢ માટે પોતાની 36 બિંદુઓવાળું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેમાં 'નામદાર'ને 150 વાર 'સર' લખવામાં આવ્યું છે. તેમનો મતલબ એ છે કે કોંગ્રેસ માટે છત્તીસગઢથી વધુ મહત્વપૂર્ણ 'નામદાર' છે.
તમને જણાવી દઇએ કે પહેલા તબક્કામાં સોમવારે 18 સીટો પર મતદાન થઇ રહ્યું છે. તો બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ યોજાવવાનું છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે 1101 ઉમેદવાર મેદાનમાં છે. તેમના ભાગ્યનો ફેંસલો આ મહિનાની 20 તારીખના રોજ અહીં મતદારો કરશે. રાજ્યમાં ચૂંટણીને જોતાં બધા રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.
છત્તીસગઢમાં બીજા તબક્કાના મત વિસ્તારવાળા 72 વિસ્તારોમાં ઉમેદવારી પત્રોની સમીક્ષા બાદ કુલ 1,249 ઉમેદવારોનું નામંકન પત્ર માન્ય ગણવામાં આવ્યું હતું. બીજા તબક્ક્કાની ચૂંટણી માટે 26 ઓક્ટોબરના રોજ સૂચના જાહેર કર્યા બાદ 2 નવેમ્બર સુધી ચાલી રહેલી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો દ્વારા કુલ 2,655 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે.
સોમવારે પાંચ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ કુલ 1,101 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. બીજા તબક્કાની ચૂંટણી માટે 19 જિલ્લાની 72 સીટો પર 20 નવેમ્બરના રોજ મતદાન અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.