PM મોદીએ દેશને આપી `આયુષ્યમાન ભારત યોજના`ની ભેટ, કહ્યું- `ગરીબ સશક્ત થશે`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાંચીમાં કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી આયુષ્યમાન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનો શુભારંભ કર્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાંચીમાં કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી આયુષ્યમાન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ રાંચીમાં બે નવી મેડિકલ કોલેજનો પણ શિલાન્યાસ કર્યો. પીએમએ આ શિલાન્યાસ ઓનલાઈન કર્યો. પીએમ મોદીએ પાંચ લોકોને ગોલ્ડન ઈ કાર્ડ આપ્યાં. પીએમ મોદીએ પાંચ લોકોને ગોલ્ડન ઈ કાર્ડ આપ્યાં. તેમણે કહ્યું કે 'હું આજે આયુષ્યમાન ભારત યોજના સવા સો કરોડ ભારતીયોને સમર્પિત કરું છું.'
પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે જે સપના આપણા ઋષિ મુનિઓએ જોયા હતાં તેને આ શતાબ્દીમાં આપણે પૂરા કરવાના છે. જેનો આજે આરંભ થઈ રહ્યો છે. જો તમમને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કોઈ મુસિબત આવે તો આયુષ્યમાન ભારત તમારા ચરણોમાં હાજર છે. આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચમાં જરૂરી તપાસ, દવાઓ, દાખલ થતા પહેલાનો ખર્ચ અને સારવાર પૂરી થાય ત્યાં સુધીનો ખર્ચ સામેલ છે. જેને પહેલેથી કોઈ બીમારી છે, તેની સારવાર પણ તેમાં સામેલ કરવામાં આવશે.
13 હજારથી વધુ હોસ્પિટલો સામેલ
તેમણે કહ્યું કે તમારે આ યોજનાના લાભ માટે કોઈ પણ રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં. તમે લોકો 14555 ટોલ ફ્રી નંબર પર જાણી શકો છો કે તમારું નામ આ યોજનામાં સામેલ છે કે નહીં. અત્યાર સુધી દેશની 13000થી વધુ હોસ્પિટલો આ યોજનામાં સામેલ છે. ભવિષ્યમાં પણ અનેક હોસ્પિટલો સામેલ થશે. જે હોસ્પિટલો સારી સેવાઓ આપશે, તેને મદદ અપાશે.
ગત સરકારોએ સરકારી ખજાનાને લૂંટ્યો
પીએમ મોદીએ કહ્યું કે ગત સરકારોએ સરકારી ખજાનાને લૂંટ્યો. ગરીબોની આંખોમાં ધૂળ ઝોંકનારા લોકો જો ગરીબોના સશક્તિકરણ પર ભાર મૂકત તો આજે દેશની સ્થિતિ વધુ સારી હોત. અમે બીમારીના મૂળિયાને પકડ્યા છે. દેશ ગરીબીને પાછળ રાખીને આગળ વધી રહ્યો છે. અમે દેશના ગરીબોના સશક્તિકરણ પર ભાર મૂક્યો.
વેલનેસ-સેન્ટર્સ તૈયાર કરવાનું લક્ષ્યાંક
પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં 10 વેલનેસ સેન્ટર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે ઝારખંડમાં લગભગ 40 આવા સેન્ટર્સ કામ કરી રહ્યાં છે અને દેશભરમાં તેની સંખ્યા 2300 સુધી પહોંચી ચૂકી છે. આગામી 4 વર્ષોમાં દેશભરમાં આવા દોઢ લાખ સેન્ટર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા સમગ્ર યુરોપિયન યુનિયનની કુલ વસ્તી બરાબર છે.
બે મહાપુરુષો સાથે સંબંધ
તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના સાથે બે મહાપુરુષોનો નાતો જોડાયેલો છે. એપ્રિલમાં જ્યારે યોજનાનો પહેલો તબક્કો શરૂ થયો તો તે દિવસ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હતો. હવે આ કડીમાં વડાપ્રધાન જનઆરોગ્ય યોજના, દીન દયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસના બે દિવસ પહેલા શરૂ થઈ છે. જાતિના આધાર પર ઊંચ નીચના નામ પર આયુષ્યમાન યોજના નહીં હોય. વ્યક્તિ કોઈ પણ સંપ્રદાય, જાતિનો હોય, તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે. આ જ છે સૌનો સાથ સૌનો વિકાસ.
તમામ દેશો કરતા મોટી યોજના
પીએમ મોદીએ કહ્યું કે જે માણસ સમાજની છેલ્લી હરોળમાં ઊભો છે, તેને પણ સારવાર મળે તે માટે મોટું પગલું આજે બિરસા મુંડાની ધરતી પર ઉઠાવવામાં આવ્યું છે.આજે સમગ્ર દેશનની નજર રાંચીના આ કાર્યક્રમ પર છે. આ યોજનાને 6 મહિનામાં ધરાતળ પર ઉતારવા બદલ હું આ સમગ્ર ટીમને સવા સો કરોડ ભારતીયો તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. જો તમે અમેરિકા, કેનેડા, મેક્સિકો આ 3 દેશોની વસ્તીને પણ જોડો તો તેમની કુલ સંખ્યા આ યોજનાના લાભાર્થીઓની સંખ્યાની નજીક હશે.
50 કરોડ ભારતીયોને મળશે લાભ
વડાપ્રધાન જન આરોગ્ય યોજના પણ આજથી શરૂ થઈ રહી છે. કોઈ તેને મોદીકેર કહે છે, કોઈ તેને ગરીબો માટેની યોજના કહે છે. પરંતુ મારા માટે આ દેશના ગરીબોની સેવા કરવાનો અવસર છે. દેશના 50 કરોડથી વધુ ભાઈ બહેનોને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપનારી દુનિયાની પોતાની રીતે આ સૌથી મોટી યોજના છે. કોઈ પણ દેશમાં સરકારી સ્તરે આ પ્રકારે મોટી યોજના ચાલતી નથી.
મોદી જેવા વડાપ્રધાન એ દેશનું સૌભાગ્ય: રઘુવર
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે આ દેશનું સૌભાગ્ય છે કે આપણને મોદી જેવા વડાપ્રધાન મળ્યાં. તેમણે કહ્યું કે ઝારખંડ તરફથી પીએમ મોદીનો આભાર, 70 વર્ષ સુધી આદિવાસીઓને લઈને ફક્ત રાજકીય રોટલા જ શેકાયા. પરંતુ આપણા પીએમ મોદીએ આ લોકોના ઉદ્ધાર માટે કામ કર્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળમાં નક્સલવાદ ખતમ થવાની અણીએ છે.
10.74 કરોડ ગરીબ પરિવારોને મળશે લાભ
આ મહત્વાકાંક્ષી યોજનાનું લક્ષ્ય પ્રત્યેક પરિવારને વર્ષના પાંચ લાખ રૂપિયાનું કવરેજ આપવાનું છે. જેમાં 10.74 કરોડ ગરીબ પરિવારોને લાભ મળશે. આ પરિવારોના લોકો દ્વિતીય અને તૃતીય શ્રેણી હેઠળ પેનલની હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ભરતી કરી શકાય છે. જો કે આ યોજનાનું નામ બદલીને વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન કરી દેવામાં આવ્યું છે.
આ હોસ્પિટલમાં દાખલ થવાથી ખર્ચ ઓછો થશે
આ યોજનાના લાભાર્થીઓને કેશલેસ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલ્બધ કરવામાં આવશે. આનાથી હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચમાં ઘટાડો થશે, જે લોકોને વધુ ગરીબ બનાવે છે. આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન પેદા થતા નાણાકીય જોખમને ઘટાડે છે. આ યોજનાના લાભાર્થીઓ સરકારી અને લિસ્ટેડ નજીકની હોસ્પિટલમાં સુવિધાઓનો લાભ લઇ શકે છે.
આ યોજનાના લાભાર્થીઓમાં ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર અને શહેરના શ્રમિકોના વ્યવસાયિક વર્ગો આવશે. નવીનતમ સામાજિક આર્થિક આર્થિક વસ્તી ગણતરી (એસઇસીસી)ના હિસાબથી ગામમાં આવા 8.03 કરોડ અને શહેરમાં 2.33 કરોડ પરિવાર છે. આ યોજનાનો લાભ લગભગ 50 લાખ લોકોને મળશે.
એસઇસીસીના ડેટાબેઝમાં અપ્રમાણિકતાના આધારે યોગ્યતા નક્કી કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં અપ્રમાણિકતાના વર્ગોના (ડી1, ડી2, ડી3, ડી4, ડી5, ડી6 અને ડી7) આધારે લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 11 રીતના માપદંડ યોગ્યતા નક્કી કરશે. આ ઉપરાંત જે રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેના લાભાર્થીઓને પણ આ નવી યોજના અંતર્ગત લેવામાં આવશે.
આ યોજનાના મુખ્ય શિલ્પી નીતિ આયોગના સદસ્ય વીકે પોલએ કહ્યું હતું કે, વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે આ યોજનાની શરૂઆત કરશે પરંતુ આ યોજના 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતીના દિવસથી લાગું કરવામાં આવશે.