વારાણસી : વારાણસીમાં વિવિધ કાર્યક્રમો બાદ વડાપ્રધાને જનસભા સંબોધિ હતી. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે મારૂ સૌભાગ્ય ચે કે મને દિવાળીનાં દિવસે બાબા કેદારનાથનાં દર્શનની તક મળી. હવે બાબા વિશ્વનાથની નગરીમાં તમારા આશિર્વાદની તક મળી છે. તેમણે કહ્યું કે, ઉતરાખંડમાં હું માતા ભગીરથીની પુજા કરતા ધન્ય થયો, તે આજે અહીં માતા ગંગાના દર્શન પણ કરીને આવ્યો છું. 
વારાણસીમાં 2500 કરોડ રૂપિયાની યોજનાનો શિલાન્યાસન અને લોકાર્પણ કરતા વડાપ્રધાને કહ્યું કે, કાશી માટે પૂર્વાંચલ માટે પૂર્વ ભારત માટે, સમગ્ર ભારત વર્ષ માટે આજનો દિવસ ખુબ ઐતિહાસિક છે. આજે વારાણસી અને દેશ, વિકાસનાં તે કાર્યનાં સાક્ષી બન્યો છે જે દશકો પહેલા થઇ જવું જોઇતું હતું. વારાણસી અને દેશ, આ વાતનાં સાક્ષી બન્યા છે કે સંકલ્પ લઇને જ્યારે કાર્ય સમય પર સિદ્ધ કરવામાં આવે છે તો, તેની તસ્વીર કેટલી ભવ્ય અને કેટલી ગૌરવમય થઇ જાય છે. વારાણસી અને દેશ આ વાતના સાક્ષી બન્યા છે કે નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવધારણા, કઇ રીતે ટ્રાન્સપોર્ટની પદ્ધતીઓનો કાયા કલ્પ થઇ રહ્યો છે. 
રામનગર હલ્દિયા જળમાર્ગનું ઉદ્ધાટન કરતા PM એ કહ્યું કે, થોડા સમય પહેલા મે નદી માર્ગથી પહોચેલા દશનાં કંટેનર વેસલનું સ્વાગત કર્યું. આજે હું પ્રફુલ્લીત છું કે દેશે જે સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. આ કંટેનર વેસલ ચાલ્યા તેનો અર્થ છે કે પૂર્વી ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ અને પૂર્વી ભારત જળમાર્ગ થકી હવે બંગાળની ખાડી સાથે જોડાઇ ચુક્યા છે. આ જળમાગ્રથી સમય અને પૈસાની બચત થશે. માર્ગ પરનું ભારણ ઘટશે. ઇંધણનો ખર્ચ પણ બચશે અને ગાડીઓનાં કારણે થનાર પ્રદૂષણમાં પણ રાહત મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. અહીં પીએમ સૌથી પહેલા રામનગર બંદર ખાતે પહોંચ્યા. જ્યાં તેમને રામનગર - હલ્દિયા જળમાર્ગનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન મોદીએ વારાણસીને પહેલું કંટેનર ડેપોનું લોકાર્પણ કર્યું હતું. જળમાર્ગ વિકાસ યોજના હેઠળ હલ્દિયા વારાણસી અને કોલકાતાને જળ માર્ગથી જોડવા માટે ફેઝ વનનું કાર્ય પુર્ણ થઇ ચુક્યું છે. વડાપ્રધાને લીલી ઝંડી દેખાડીને યોજનાનેની શરૂઆત કરી. આ મલ્ટીમોડલ ટર્મિનલ દેશનું પહેલુ નદી પર બનનારૂ ટર્મિનલ છે, જે 33 હેક્ટરમાં આશરે 206.84 કરોડ રૂપિયાનાં ખર્ચે બનશે.



વડાપ્રધાન મોદીએ સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. આ વારાણસીની તેમની 15મી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેમણે આશરી 2500 કરોડ રૂપિયાની યોજનાનોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી સૌથી પહેલા રામનગર બંદર પહોંચ્યા છે. અહીં હલ્દિયા જળમાર્ગનું ઉદ્ધાટન કરશે. સાથે જ ગંગાની સફાઇ સાથે જોડાયેલી અલગ અલગ યોજનાઓનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત તેઓ અહીં આશરે 10 કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ પોતાનાં 6 દિવસના પ્રવાસ માટે વારાણસીમાં છે. એવામાં વડાપ્રધાન મોદી અને ભાગવતની મુલાકાત થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (NMCG)નાં અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ અને લોકાર્પણ થનારી યોજનાઓમાં 254 કરોડ રૂપિયાનાં ખર્ચથી ચોકાઘાટમાં 140 મિલિયન લીટર પ્રતિદિવસ (MLD) ક્ષમતા વાળુ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત ફુલરિયામાં (7.6 MLD) અને સરૈયામાં 34 કરોડ રૂપિયાનાં ખર્ચથી ( 3.7 MLD) ક્ષમતાવાળા પંપિંગ સ્ટેશનમાં સમાવેશ થાય છે. 

વડાપ્રધાન મોદી વારાણસીની ત્રણ મોટી યોજનાઓની ભેટ આપશે, જેમાં વારાણસી રિંગ રોડ ફેઝ વન, બાબતપુર વારાણસી માર્ગ, એનએચ-56નું ફોરન લેનનું વિસ્તૃતિકરણ અને નિર્માણ અને રામનગરમાં બની રહેલા RWDનાં બે સિવરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. 

ઉફરાંત વડાપ્રધાન અનેક મોટી યોજનાઓનાં શિલાન્યાસ કરશે. અંદાજ અનુસાર દિવાળી બાદ વડાપ્રધાન પોતાના સંસદીય વિસ્તારને અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપશે. આ અંગેની સંપુર્ણ તૈયારીઓ થઇ ચુકી છે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની તપાસ માટે મુખ્યમંત્રી યોગી પોતે બે વખત વારાણસીની મુલાકાત લઇ ચુક્યા છે.