નવી દિલ્હી: અયોધ્યા કેસના 17માં દિવસે આજે મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવને દલીલો રજુ  કરી. દલીલની શરૂઆત કરતા તેમણે કહ્યું કે હું મારી દલીલો શરૂ કરતા પહેલા માફી માંગવા માંગુ છું. હું મીડિયામાં મારી ટિપ્પણીઓ અને વરિષ્ઠ વકીલ પીએન મિશ્રા પર કરાયેલી ટિપ્પણીઓ બદલ માફી માંગુ છું. બધી જગ્યાએ એ મહેસૂસ થઈ રહ્યું છે કે હું ચિડીયો થતો જઈ રહ્યો છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુખદ અનુભવ'


હિન્દુ પક્ષકારોની દલીલો પર રાજીવ ધવને કહ્યું કે તે કયો કાયદો છે કે જેનો ઉલ્લેખ તમે અહીં કર્યો છે? અમે જે કાયદાને અનુસરતા રહ્યાં તે વૈદિક કાયદો નથી. લીગલ સિસ્ટમ 1858માં શરૂ થઈ હતી. 


રાજીવ ધવને કહ્યું કે મારા મિત્ર વૈદ્યનાથને અયોધ્યામાં લોકો દ્વારા પરિક્રમા કરવા સંબંધી એક દલીલ કરી છે. પરંતુ કોર્ટમાં હું જણાવવા માંગુ છું કે પીજા માટે થનારી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં. અહીં તેને લઈને દલીલ કરવામાં આવી પરંતુ તેને સાંભળ્યા બાદ પણ હું તે જોઈ શકતો નથી કે પરિક્રમા ક્યાં છે. આથી તે પુરાવો નથી. 


રાજીવ ધવને કહ્યું કે બારના વિદેશી હુમલાવર હોવા પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ ધવને કહ્યું કે સાબિત કરવા માટે એટલું જરૂર કહીશ કે ત્યાં મસ્જિદ હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...