ભોપાલ: વિધાનસભા ચૂંટણીથી મધ્ય પ્રદેશમાં આજે ભોપાલના જંબૂરી મેદાનમાં બીજેપીના કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી મહાકુંભના સ્થળ જંબૂર મેદાન પહોંચ્યા હતા. પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટરથી જંબૂરી મેદાનની પાસે બનાવેલા હેલિપેડ પર પહોંચ્યા હતા. બીજેપી અધ્યક્ષ અમિતશાહ, સીએમ શવરાજ સિંહ ચૌહાન અને પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે આગેવાની કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રાજ્ય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન સહિત ઘણા મોટા દિગ્ગજ નેતા હાજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હારના ડરથી ગઠબંધન કરવા પર આવી ગઇ છે. સત્તાના નશામાં નાની-નાની પાર્ટીઓને કચડી નાખનાર કોંગ્રેસ આજે તે જ નાની-નાની પાર્ટીઓના પગમાં પડી રહી છે. અમે પૈસા અને પાવરના જોરે ચૂંટણી લડતા નથી અને લડવા માંગતા પણ નથી. અમે લોકોના જોરે ચૂંટણી લડીએ છીએ. એટલે અમારો મંત્ર છે ‘મારું મથક - સૌથી મજબૂત’. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ભલે મને જેટલી ગાળો આપે, અપમાન કરે, પરંતુ કમળ કાદવમાં જ ખીલે છે.



વોટ બેંકના રાજકારણે દેશને બરબાદ કર્યો
PM મોદીએ કહ્યું હતું કે દેશમાં વોટબેંકની રાજનીતિએ સમાજને ઉધાઇની જેમ ખરાબ કરી રહ્યું છે. આઝાદીના 70 વર્ષમાં જે બરબાદી આવી તેનાથી જો દેશને બચાવવો હોય તો આ વોટબેંકની રાજકારણને બંધ કરવું પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જો કોંગ્રેસના રાજમાં મધ્યપ્રદેશનું સારૂ વિચારતા હોય તો આજે આપણી સરકારને આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. જ્યાં સુધી દિલ્હીમાં યૂપીએ સરકાર છે ત્યાં સુધી બીજેપીની રાજ્ય સરકારથી તેઓ દુશ્મની રાખશે.



વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવું ગર્વની વાત: PM
મહાકુંભમાં આવેલા કાર્યકર્તા અને મંચ પર હાજર બીજેપી નેતાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવું એ ગર્વની વાત છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી મારી નજર જઇ રહી છે મને ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યાં છે. આપણે એકલા છે જે માત્ર માનવતાના મુદ્દાને લઇને રાજકારણમાં કામ કરીએ છે. આપણે ભાગ્યશાળી છે કે આપણે આ પાર્ટી (ભાજપ)ના માધ્યમથી ભારત માતાની સેવા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતી સમયે બોલાત પીએમ મોદીએ કહ્યું હતું કે તેમના જવાન આપણા માટે પ્રેરણા છે. મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને દીનદયાલ ઉપાધ્યાય આપણા મહાપુરૂષ છે અને ત્રણેય આપણને મંજૂર છે.



કોંગ્રેસના શાસન કાળને ખરાબ ગણાવ્યું
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે બીજેપીના કરોડો કાર્યકર્તાઓનો સંકલ્પ લેવાનો દિવસ છે. હું શિવરાજ સિંહને આશ્ચર્યજનક થઇને સાંભળી રહ્યો હતો. કોઇપણ કાગળ વગર તેઓ પ્રદેશની યોજાનાઓ જણાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે. રાહુલ બાબા સપનુ જોવામાં કોઇ ખરાબી નથી. કયા આધાર પર જનતા પાસેથી વોટ માંગશો. દિગ્વિજયના શાસનકાળને અમિત શાહે ખરાબ ગણાવ્યું હતું.