ઇન્દોર: વડાપ્રધાન નરેંદ્ર મોદી એક દિવસના પ્રવાસ પર ઇન્દોર પહોંચી ચૂક્યા છે. પીએમનું સ્વાગત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કર્યું. અ પ્રવાસ દરમિયાન તે દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૌયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરશે. વડાપ્રધાનમંત્રીનો આ પ્રવાસ લગભગ એક કલાક 20 મિનિટનો છે. સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન કેમેરા તથા સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોહરા સમુદાયના કાર્યક્રમ આશરા મુબારકાં માં લોકોને સંબોધિત કરતાં પીએમએ કહ્યું કે વોહરા સમુદાયના લોકો મારા પરિવારજનો છે. તમે મને અહીં આવવાની તક આપી હું તમારો આભારી છું. ઇમામ હુસૈને દેશ દુનિયા સુધી સમાજમાં પ્રેમ અને માનવતાનો સંદેશો પહોંચાડ્યો છે. પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે તમારા જીવનમાં ઉતાર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તેમની શિખામણ તે સમયે જેટલી મહત્વપૂર્ણ હતી એટલી આજે પણ જરૂરી છે. આપણે બધાએ સાથે મળીને જીવી દેખાડનારા લોકો છે. શાંતિ, સદભાવના, રાષ્ટ્રપ્રેમ વોહરા સમાજના લોકોમાં છે.




ઇંદોર શહેર સ્વચ્છતા આંદોલનનું નેતૃત્વ 
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે આપણે જે શહેરમાં ભેગા થયા છીએ, આ તો સ્વચ્છતાના આ આંદોલનનું નેતૃત્વ છે. ઇંદોર સતત સ્વચ્છતાની દ્વષ્ટિએ દેશભરમાં No.1 રહ્યું છે. ઇંદોર જ નહી ભોપાલે પણ આ વખતે કમાલ કર્યો છે. એક પ્રકારે આખા મધ્ય પ્રદેશના મારા યુવા સાથી, એક-એક જન આ આંદોલનને ગતિ આપી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન ભલે સરકારે કર્યું હોય, પરંતુ આજે આ અભિયાન દેશની 125 કરોડ જનતા ચલાવી રહી છે. ગામડે-ગામડે ગલી-ગલીમાં સ્વચ્છતા પ્રત્યે એક અભૂતપૂર્વ આગ્રહ પેદા થયો છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સુધી દેશના 40% ઘરો જ ટોયલેટ હતા આજે આ દાયરો 90% વધી ગયો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું." મોદીએ કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા.


વોહરા ધર્મગુરૂએ મોદીની પ્રશંસા કરી
વોહરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ દરમિયાન વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે આજે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં વડાપ્રધાન આપણાં ગમમાં સામેલ થયાં તે મોટી વાત છે. તેઓએ કહ્યું કે અલ્લાહ વડાપ્રધાન મોદીને આપણાં વતનને આગળ લાવવાની શક્તિ આપે. ધર્મગુરૂએ વધુમાં કહ્યું કે, વતન સાથે વફાદારી, કાયદામાં ભાગીદારી જ ભારતના મુસલમાનોનો ઈમાન છે. વોહરા ધર્મગુરૂએ કહ્યું કે મુસલમાનોને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના દરેક વિસ્તારમાં પ્રેમ મળે છે.


શિવરાજસિંહે શું કહ્યું?
આ પ્રસંગે મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક છે. વડાપ્રધાનનું સપનું છે કે 2022 સુધી દરેકને છત મળે, વોહરા સમાજ અને આપણાં વડાપ્રધાન બંને જ ગરીબોના દુઃખ દુર કરવાના કામો કરી રહ્યાં છે. શિવરાજે વધુમાં કહ્યું કે પોતાના દેશને પ્રેમ કરનારાંઓ, બીજાની મદદ કરનારાઓ અને અનુશાસિત જો કોઈ સમાજ છે તો તે વોહરા સમાજ છે.


 



વોહરા સમુદાયનો કાર્યક્રમ આશરા મુબારકાં
પીએમ મોદી વોહરા સમુદાયના કાર્યક્રમ આશરા મુબારકાં સામેલ થયા. સૈફી મસ્જિદ ઇંદોરમાં ચાલી રહેલા આયોજનમાં સીએમ શિવરાજ સિંહ પણ હાજર છે. શિવરાજ સિંહે કહ્યું કે વોહરા સમુદાયના સમાજ માટે સારા કામ કર્યા છે. તમને જણાવી દઇએ કે સૈફી મસ્જિદ લગભગ 100 વર્ષ જૂની છે. તો બીજી તરફ દાઉદી સમાજના ધર્મગુરૂ સૈયદના આલીકદર સૈફુદ્દીન મૌલાએ 3 દિવસ બાદ નરેંદ્ર મોદીના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવતાં ભારત સરકારના કામોની પ્રશંસા કરી. ધર્મ ગુરૂએ ગુજરાતી ભાષણ આપ્યું હતું.


સુરક્ષા સઘન
આ દરમિયાન લોકસભા અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ સુમિત્રા મહાજન, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. અને અલગ અલગ જગ્યાએ પોલીસના 4000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. તો કેટલાંક વિસ્તારમાં કેમેરા ગોઠવી દરેક ક્ષણની પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે.



મુલાકાતને લઈને રાજકીય નિષ્ણાંતોની નજર
- દાઉદી વોહરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજરીને લઈને રાજકીય વિશ્વલેષકોની નજર તેના પર રહેલી છે. 
- આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે તે પહેલાં મોદીની મુલાકાતને રાજકીય દ્રષ્ટીએ ઘણી જ મહત્વની માનવામાં આવે છે. 
- મધ્યપ્રદેશ ભાજપ સતત ચોથી વખત સરકાર બનાવવાના પડકારનો સામનો કરી રહ્યાં છે, જ્યારે કે કોંગ્રેસ રાજ્યની સત્તામાં છેલ્લાં 15 વર્ષનો વનવાસ ખતમ કરવાના પ્રયાસમાં છે. 
- મધ્યપ્રદેશમાં દાઉદી વોહરા સમાજની વસ્તી 2.5 લાખની આસપાસ છે. 
- દાઉદી વોહરા સમાજના મોટા ભાગનાં લોકો વેપાર વ્યવસાય સાથે જોડાયેલાં છે. 
- ઈન્દોર ઉપરાંત ઉજજૈન અને બુરહાનપુરમાં દાઉદી વોહરા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે.