LIVE: ફાની ચક્રવાતે ઓડિશામાં 3 લોકોના જીવનો ભોગ લીધો, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
ભુવનેશ્વર: પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે સવારે 8 વાગે પહોંચી ગયું. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો. IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે.
ફાનીએ 3 લોકોનો ભોગ લીધો, એક ઘાયલ
ઓડિશામાં ફાની ચક્રવાતના કારણે 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઓડિશાના નયાગઢમાં એક મહિલાનું ઘરની દીવાલ તૂટી પડતા મોત થયું છે. કોણાર્કમાં ઘરની દિવાલ પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. જ્યારે પુરીમાં સુરક્ષિત સ્થળે ખસેડતી વખતે એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત પત્તામુંડાઈમાં પણ એક મહિલાનું મોત થયું છે.
અત્યાર સુધીની અપડેટ...
- ઓડિશાના ગંજામ અને પુરીમાં ફાનીનો કહેર, ગંજામ, ભુવનેશ્વર અને પુરીમાં અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે. તેમને હટાવવાનું કામ ચાલુ છે.
-ઓડિશાના 17 રાજ્યોમાં અલર્ટ જાહેર કરાઈ છે. આ ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં હવામાન ખાતાએ અલર્ટ જાહેર કરી છે.
- સમુદ્રે નિનારે વસેલા મંદિર નગરી પુરીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના તમામ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ છે. ઝૂંપડીઓ તબાહ થઈ ગઈ છે.
- પશ્ચિમ બંગાળમાં ફાની ચક્રવાતને જોતા દીઘામાં તહેનાત એનડીઆરએફની ટીમએ દત્તાપુર અને તેજપુરથી 132 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જેમાં 52 બાળકો સામેલ છે.
વાવાઝોડું 'ફેની': 223 ટ્રેન રદ્દ
ચક્રવાત ફાની ઓડિશાના તટ પર શુક્રવારે સવારે ટકરાઈ શકે છે. ઓડિશાના ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા, અને જગતપુર સિંહ વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. સમુ્દ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સવારે 5.30 કલાકે ફાની પુરીથી 80 કિમી અને ગોપાલપુરથી 65 કિમી દૂર હતું. હવે કહેવાય છે કે તે પુરીથી માત્ર 40 કિમી દૂર છે. સરેરાશ 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફાની કર્વ લેતા કોસ્ટર એરિયા તરફ ઘૂમી રહ્યું છે. જે હિસાબથી 8થી 10 વાગ્યાની વચ્ચે તે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. જ્યારે તે તટ પર ટકરાશે તો આ તોફાનની ઝડપ 180થી 195 કિમી પ્રતિ કલાકની હશે અને 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ફોની રાત સુધી ઓડિશાના દરિયા કાંઠાના વિસ્તારો પર કહર વર્તાવશે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈ જશે. આખા ઓડિશાના કોસ્ટલ એરિયામાં રાતે લગભગ 2 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...