નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યાં. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક મોટા નેતાઓ સામેલ થયા હતાં. ભીની આંખે લોકોએ શીલા દીક્ષિતને વિદાય આપી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે શીલા દીક્ષિતનું પાર્થિવ શરીર નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસ સ્થાનથી કોંગ્રેસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યું. ત્યાં તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ કોંગ્રેસ હેડક્વાર્ટર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. 


આજે બપોરે થશે પૂર્વ CM શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર, કોંગ્રેસ હેડક્વાર્ટરમાં અંતિમ દર્શન


શીલા દીક્ષિત બીમાર હતાં અને શનિવારે સવારે તેમને દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યાં બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. હાલત સુધર્યા બાદ ફરીથી એટેક આવ્યો. સાંજે 3.55 કલાકે તેમનું નિધન થયું. શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને સોનિયા ગાંધી પણ શનિવારે નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. દિલ્હી કોંગ્રેસ અને ભાજપના તમામ મોટા નેતાઓ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...