નવી દિલ્હી: દેશના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદના કારણે ખુબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કેરના કારણે ખુબ વિનાશ વેરાયો છે. અનેક લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે ઉત્તરાખંડમાં ભારે નુકસાન થયું છે.  અહીંના આઠ જિલ્લાઓમાં તબાહી મચી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે વિનાશ જોવા મળી રહ્યો છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે પહાડ તૂટીને રસ્તાઓ પર પડી રહ્યાં છે. ઉત્તરકાશી, લામબગડ, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પરિસ્થિતિ ખુબ ખરાબ છે. શાળા કોલેજો બંધ છે. હવામાન ખાતાએ આજે એટલે કે સોમવારે પણ વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી (ઈનચાર્જ)એ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યાં મુજબ ઉત્તરકાશીના મોરી તહસિલમાં વાદળ ફાટવાથી 17 લોકોના મોત થયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...