નવી દિલ્હી: દેશના અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મૂશળધાર વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેરળમાં 42 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કર્ણાટકમાં પણ પૂરથી સ્થિતિ ખરાબ છે. અહીં લગભગ 10 લોકોના મોત થયા છે. સેના, વાયુસેના, નેવી, એનડીઆરએફ સહિત અન્ય ટીમો બચાવ કાર્યમાં લાગી છે. ત્રણેય રાજ્યોમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યાં છે. રેસ્ક્યુ વર્ક સતત ચાલુ છે. 


કર્ણાટકમાં 24ના મોત
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કે રાજ્યમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં 624 રાહત  કેમ્પ બનાવવામાં આવ્યાં છે. 1024 ગામ પૂરથી પ્રભાવિત છે. તેમણે જાહેરાત કરી કે પૂરમાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના પરિજનોને 5 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. યેદિયુરપ્પાના જણાવ્યાં મુજબ રાજ્યમાં એનડીઆરએફની 20 ટીમો, સેનાની 10 ટીમો, નેવીની 5 ટીમો, અને એસડીઆરએફની 2 ટીમો રેસ્ક્યુ વર્કમાં લાગેલી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...