નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં શાંતિનો માહોલ પૂર્વવત થઈ રહ્યો છે. શ્રીનગરમાં આજે 190 પ્રાઈમરી શાળાઓ ખુલી ગઈ છે. રાજ્યમાંથી કલમ 370 હટી ગયા બાદ સુરક્ષા કારણોસર કાશ્મીર ખીણની તમામ શાળાઓ બંધ કરી દેવાઈ હતી. રાજ્યના પ્રધાન સચિવ (પ્લાનિંગ કમિશન) રોહિત કંસલે જાણકારી આપી હતી કે સોમવારથી શ્રીનગરમાં શાળાઓ ખુલશે. આ સાથે જ સરકારી ઓફિસોમાં પણ કામકાજ શરૂ  થશે. આ માટે પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે ઠેર ઠેર સુરક્ષાદળો તહેનાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અફવા ફેલાવાઈ રહી છે કે જમ્મુ અને કાશ્મીર પોલીસના હથિયાર જપ્ત કરાઈ રહ્યાં છે પરંતુ તે સદતંર અફવા છે. ગૃહ વિભાગ તરફથી અપીલ કરાઈ છે કે આ પ્રકારની કોઈ ખબર પર વિશ્વાસ ન કરે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...